Politics/ પેટ્રોલ-ડીઝલનાં ભાવ પર રાહુલનો PM પર કટાક્ષ, કહ્યુ- ‘ખર્ચા પર પણ થવી જોઇએ ચર્ચા’

સામાન્ય માણસ માટે કોરોના અને મોંઘવારી બન્ને સાથે જ પરેશાન કરી રહી છે. સરકાર સતત બધુ જ બરોબરર કરવાની વાતો કરે છે પરંતુ તેઓ કેટલા સફળ રહ્યા તે આજે આપણી સમક્ષ છે.

Top Stories India
ગરમી 12 પેટ્રોલ-ડીઝલનાં ભાવ પર રાહુલનો PM પર કટાક્ષ, કહ્યુ- 'ખર્ચા પર પણ થવી જોઇએ ચર્ચા'

સામાન્ય માણસ માટે કોરોના અને મોંઘવારી બન્ને સાથે જ પરેશાન કરી રહી છે. સરકાર સતત બધુ જ બરોબરર કરવાની વાતો કરે છે પરંતુ તેઓ કેટલા સફળ રહ્યા તે આજે આપણી સમક્ષ છે. એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં કેસ પણ વધી રહ્યા છે. ત્યારે હવે આ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે.

Business / મુકેશ-અનિલ અંબાણી અને તેમના પરિવાર પર સેબીએ આટલા કરોડનો ફટકાર્યો દંડ

આપને જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થયા પછી પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નથી થઇ રહ્યો, જેને લઇને હવે કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ તેલનાં ભાવો અંગે કહ્યું છે કે, કેન્દ્ર સરકારનાં વેરા વસૂલાતને કારણે કારમાં તેલ ભરવું એ કોઈ કસોટી કરતાં ઓછું નથી, તો પછી પીએમ મોદી તેની ચર્ચા કેમ નથી કરતા? કોંગ્રેસ નેતાએ કહ્યું કે ખર્ચ અંગે પણ ચર્ચા થવી જોઈએ. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, “કેન્દ્ર સરકારનાં વેરા વસૂલાતને કારણે કારમાં તેલ ભરવું એ કોઈ કસોટી કરતાં ઓછું નથી, તો પછી વડા પ્રધાન તેની ચર્ચા કેમ નથી કરતા?” ખર્ચા પર ચર્ચા થવી જોઈએ!

પ્રવેશ નિષેધ / ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

આપને જણાવી દઇએ કે, એક મીડિયા હાઉસે સમાચાર ચલાવ્યા હતા કે, આઠ દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતુ ભારતમાં તેલનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. જે બાદ રાહુલ ગાંધીએ આ ટ્વીટ કર્યું છે. જણાવી દઈએ કે, 30 માર્ચે દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હતો. પેટ્રોલનાં ભાવમાં 22 પૈસા અને ડીઝલનાં ભાવમાં 23 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 90.56 રૂપિયા પર આવી ગયો છે. વળી ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા પર આવી ગઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ