ભુવનેશ્વર,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે બે દિવસીય મુલાકાતે ઓરિસ્સા પહોંચ્યા છે, જો કે તેઓ ભુવનેશ્વર એરપોર્ટથી બહાર નીકળી રહ્યા છે ત્યારે એક ઘટના બની હતી,જેનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે.
હકીકતમાં, એરપોર્ટથી બહાર આવતા સમયે એક ફોટોગ્રાફર રાહુલ ગાંધીનો ફોટો લઈ રહ્યા હતા ત્યારે આ ફોટોગ્રાફર અચાનક જ પગથિયા પરથી પડી ગયા હતા.
જો કે આ ઘટના બાદ SPG સિક્યોરિટીના જવાનો તરત જ સીડીઓ ઉતરીને ફોટોગ્રાફર પાસે પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન રાહુલ ગાંધી પણ તૈયારીમાં જ ત્યાં પહોચ્યા હતા અને હાલચાલ પૂછ્યા હતા.