Not Set/ તો શું મહારાષ્ટ્ર બીજુ વુહાન બનવા જઇ રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 105 લોકોનાં થયા મોત

  મહારાષ્ટ્રમાં, કોરોના વાયરસથી માર્યા ગયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં 105 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમય દરમિયાન, કોરોનાનાં 2,190 નવા કેસ પણ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,897 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી રાજ્યમાં દર્દીઓની સંખ્યા 56,998 પર પહોંચી ગઈ છે. તેમાંથી 37,125 સક્રિય કેસ […]

India
fe82828536b671fd9dfd2f64f3bc8852 2 તો શું મહારાષ્ટ્ર બીજુ વુહાન બનવા જઇ રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 105 લોકોનાં થયા મોત
fe82828536b671fd9dfd2f64f3bc8852 2 તો શું મહારાષ્ટ્ર બીજુ વુહાન બનવા જઇ રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 105 લોકોનાં થયા મોત 

મહારાષ્ટ્રમાં, કોરોના વાયરસથી માર્યા ગયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં 105 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમય દરમિયાન, કોરોનાનાં 2,190 નવા કેસ પણ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,897 લોકોનાં મોત નીપજ્યાં છે.

વળી રાજ્યમાં દર્દીઓની સંખ્યા 56,998 પર પહોંચી ગઈ છે. તેમાંથી 37,125 સક્રિય કેસ છે. સારવાર બાદ 17,918 દર્દીઓ ઠીક થયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1,044 નવા કેસ નોંધાયા છે અને 32 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં કોરોનાનાં કુલ 34,018 કેસ નોંધાયા છે અને 1,097 લોકોનાં મોત નીપજ્યાં છે. હજી સુધી 8,408 લોકો સારવાર બાદ ઠીક થયા છે. મુંબઈમાં કોરોનાનાં 24,507 સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો રિકવરી દર 31.5 ટકા છે. હાલમાં 5,82,701 લોકો હોમ ક્વોરેન્ટાઇન અને 37,761 લોકો ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઇન છે.

આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં 2,091 કોરોના વાયરસનાં નવા કેસ નોંધાયા હતા અને 97 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જે હજી એક દિવસમાં સૌથી વધુ છે. મુંબઈમાં 1,002 નવા કેસ નોંધાયા છે અને 39 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.