Not Set/ દેશભરમાં આજે ઈદનાં તહેવારની ઉજવણી, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામનાઓ

કોરોનાકાળની વચ્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે….

Top Stories India
Untitled 51 દેશભરમાં આજે ઈદનાં તહેવારની ઉજવણી, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામનાઓ

કોરોનાકાળની વચ્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે, આ પહેલા શાહી ઇમામ મૌલાના મુફ્તિ મુકરમે જાહેરાત કર્યુ હતુ શવ્વાલની પહેલી તારીખે સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવશે.

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ

આ મુશ્કેલ સમયમાં, ભાઈચારા સાથે એકબીજાને મદદ કરવી એ દરેક ધર્મનો પાઠ છે – આ આપણા દેશની પરંપરા છે. આપ સૌને ઈદ મુબારક!

PM મોદીએ કર્યુ ટ્વીટ

ઇદ-ઉલ-ફિતરનાં શુભ અવસર પર શુભકામનાઓ. સૌના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરુ છુ. આપણે આપણા સામૂહિક પ્રયત્નોથી કોરોના મહામારીને હરાવીશું, ઈદ મુબારક!

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ ટ્વીટ 

તમામ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ! આ તહેવાર પરસ્પર ભાઈચારો અને સંવાદિતાની ભાવનાને મજબૂત કરવા અને પોતાને માનવતાની સેવા કરવા માટે ફરીથી સમર્પિત કરવાનો અવસર છે. ચાલો આપણે કોવિડ-19 થી નિકળવા માટે તમામ નિયમોનું પાલન કરવાનો તથા સમાજ અને દેશની ભલાઈ માટે કામ કરવાનો સંકલ્પ કરીએ.

ઇદ ઉલ-ફિતર મુસ્લિમ સમાજ રમઝાન ઉલ-મુબારકનાં એક મહિના પછી ઉજવે છે, ઇસ્લામિક કેલેન્ડરનાં બધા મહિનાની જેમ, તે પણ નવા ચંદ્રનાં દેખાયા ત્યારથી શરૂ થાય છે. આ એક મહિનો રોઝાનાં અંતની ખુશી સિવાય આ ઇદ પર મુસ્લિમો અલ્લાહનો આભાર માને છે કારણ કે તેઓએ તેમને એક મહિના સુધી રોઝા રાખવાની શક્તિ આપી છે. ઈદ દરમિયાન સારા ખાદ્ય ઉપરાંત નવા કપડા પણ પહેરવામાં આવે છે. સેવાઇ આ ઉત્સવની વિશેષતા છે અને આ કારણોસર, આ તહેવારને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે, જેનો હેતુ ફક્ત લોકોનાં જીવનમાં રહેલી મધુરતાને ઓગાળવા માટે છે.

majboor str 10 દેશભરમાં આજે ઈદનાં તહેવારની ઉજવણી, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામનાઓ