G-20 summit/ દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?

રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વના ઘણા દેશોના નેતાઓ જમાવડો જોવા મળશે.

G-20 Top Stories
G 20 Summit દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?

રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વિશ્વના ઘણા દેશોના નેતાઓ જમાવડો જોવા મળશે. G-20 શિખર સમ્મેલનમાં ભાગ લેનારાઓમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને બ્રિટનના પ્રધાનમંત્રીનો પણ સમાવેશ થાય છે.

હાલમાં G-20 શિખર સમ્મેલનમાં જે નેતાઓનું આગમન થયું છે તેની પુષ્ટિ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના પીએમ ઋષિ સુનાક ઉપરાંત તેમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો, જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનો સમાવેશ થાય છે. તેમના આગમન, રોકાણ અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. દરમિયાન ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીએ હજુ સુધી તેમની હાજરીની પુષ્ટિ કરી નથી.

આ નેતાઓ G-20 સમિટમાં ભાગ લેશે

• અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન
• બ્રિટનના પીએમ ઋષિ સુનાક
• ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ
• કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો
• જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ
• જાપાનના પીએમ ફુમિયા કાદિશા
• દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલ
• ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન
• દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા
• બાંગ્લાદેશના પીએમ શેખ હસીના
• નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ

G-20 સમિટમાં કયાં નેતાઓ હાજરી નહીં આપે?

• રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
• ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

આ નેતાઓના આગમન પર સંશય

• ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોક વિડોડો
• ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની
• સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન

શું છે G-20 શિખર સમ્મેલન?

G-20 G-20 શિખર સમ્મેલન, જેને ગ્રૂપ ઓફ 20 તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. G-20 શિખર સમ્મેલનમાં સામેલ દેશો આર્થિક સ્થિરતા, વૈશ્વિક વેપાર, ગ્લોબલ પડકારોથી માંડીને અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અભિપ્રાય નક્કી કરે છે. G-20 ગ્રૂપની રચના લગભગ 24 વર્ષ પહેલા થઈ હતી. તેની રચના પછી કુલ 17 G-20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત આ સમ્મેલન 18મી છે.

G-20માં કયા દેશોનો સમાવેશ થાય છે

G-20 ગ્રૂપમાં 19 દેશોનો સમાવેશ થાય છે. હાલમાં ભારત G-20 દેશોનું અધ્યક્ષતા ધરાવે છે.

• ભારત
• અમેરિકા
• ચીન
• રશિયા
• બ્રાઝિલ
• કેનેડા
• આર્જેન્ટિના
• ઓસ્ટ્રેલિયા
• ફ્રાન્સ
• જર્મની
• ઈન્ડોનેશિયા
• ઈટાલી
• જાપાન
• મેક્સિકો
• રિપબ્લિક ઓફ કોરિયા
• સાઉદી આરબ
• દક્ષિણ આફ્રિકા
• તુર્કી
• યુરોપિયન યુનિયન

આ પણ વાંચો: Gujarat Rainforecast/ ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

આ પણ વાંચો: નિર્ણય/ અયોધ્યામાં મંદિર મ્યુઝિયમ બનશે, PMOની બેઠકમાં લેવાયો નિર્ણય,જાણો આ પ્રોજેકટ કેટલો ખાસ!

આ પણ વાંચો: Asia Cup/ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 2 રને હરાવીને શ્રીલંકાએ સુપર-4માં કર્યો પ્રવેશ,અફઘાનિસ્તાન બહાર