sanatan dharma/ સળગતામાં હાથ નાખ્યો…! હવે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું- “સવાલ એ છે કે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને કોણે તેને બનાવ્યો?”

કર્ણાટકના ગૃહમંત્રી ડૉ જી પરમેશ્વરે કહ્યું કે, “સવાલ એ છે કે આખરે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો? કોણે તેને બનાવ્યો?

Top Stories India
Karnataka Home Minister સળગતામાં હાથ નાખ્યો...! હવે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું- "સવાલ એ છે કે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને કોણે તેને બનાવ્યો?"

તમિલનાડુના મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા ‘સનાતન ધર્મ’ પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજુ થમ્યો નથી અને આ દરમિયાન અન્ય ઘણા નેતાઓએ પણ આ અંગે નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું છે. મલ્લિકાર્જુ ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયંક ખડગે બાદ હવે રાજ્યના ગૃહમંત્રી ડો. જી પરમેશ્વરે હિન્દુ ધર્મની ઉત્પત્તિને લઈને સવાલો પૂછ્યા છે. તેમણે અલગ-અલગ ધર્મો અંગે અન્ય ઘણી બધી ટિપ્પણીઓ પણ કરી હતી.

કર્ણાટકના ગૃહ મંત્રીએ શું કહ્યું ?

કર્ણાટકના ગૃહમંત્રી ડૉ જી પરમેશ્વરે કહ્યું કે, “સવાલ એ છે કે આખરે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો? કોણે તેને બનાવ્યો? દનિયાના ઇતિહાસમાં ઘણા ધર્મોનો જન્મ થયો છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સ્થાપના અહીંથી થઈ છે. આખરે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો, આ હજુ પણ એક મોટો પ્રશ્ન છે.”

માહિતી અનુસાર, ડૉ જી પરમેશ્વરે આ નિવેદન કોરાટાગેરેમાં મારુતિ કલ્યાણા મંડપમ ખાતે શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ઈતિહાસ છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં બહારથી આવ્યા હતા. બધા ધર્મોનો એક જ અર્થ છે અને તે છે માનવજાત માટે ભલાઈ.

ઉદયનિધિ સ્ટાલિન-પ્રિયંક ખડગેએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉદયનિધિ સ્ટાલિન પર શનિવારે તમિલનાડુમાં એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મને જડમૂળથી ઉખેડવા માટે નિવેદન આપવાનો આરોપ લાગ્યો હતો. ઉદયનિધિએ સનાતનની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી. તેમના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી અને ભાજપે તેમના નિવેદનની નિંદા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, થોડા સમય બાદ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ સ્ટાલિનના પુત્રની વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યું હતું. બંને વિરુદ્ધ યુપીના રામપુરની કોર્ટમાં ફરિયાદ પણ નોંધવા આવી છે.

આ પણ વાંચો: Sanatan Dharma/ “સનાતન ધર્મ” અંગે વિવાદાસ્પદ નિવેદન: યુપીમાં ‘ઉદયનિધિ સ્ટાલિન’ અને ‘પ્રિયંક ખડગે’ વિરુદ્ધ નોંધાઈ FIR

આ પણ વાંચો: Asia Cup 2023/ એશિયા કપ સુપર-4માં ભારતીય ટીમ ક્યારે અને કોની સાથે ટકરાશે? જાણો સંપૂર્ણ શેડ્યુલ

આ પણ વાંચો: G-20 Summit/ દિલ્હીમાં દુનિયાભરના નેતાઓનો જમાવડો; G-20 સમિટમાં કયા કયા દેશો લઈ રહ્યાં છે ભાગ?