અમદાવાદ/ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલના પરિવારે તથ્ય પટેલ, જેગુઆર કારના માલિક અને તેની વીમા કંપની અને ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી 75 લાખ રૂપિયાનું વળતર માગ્યું છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2023 09 09 at 6.41.02 PM ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલના પરિવારે તથ્ય પટેલ, જેગુઆર કારના માલિક અને તેની વીમા કંપની અને ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી 75 લાખ રૂપિયાનું વળતર માગ્યું છે. આ મામલે મૃતકના પરિવારે અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કારના માલિક, ડ્રાઈવર, અને વીમા કંપની સામે સમન્સ કાઢીને આગામી દિવસોમાં સુનાવણી માટે રાખી છે.

માહિતી અનુસાર, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ વ્યક્તિઓમાંથી માત્ર હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના વિધવા રમીલા ચૌહાણ અને તેમના બે બાળકો-તેમના મોટર અકસ્માતના દાવા માટે અમદાવાદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ વળતર મેળવવા માટે અરજી કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત મનીષ દેસાઈ, જયશિવસિંહ રાજ, જય ચૌહાણ અને નારાયણ ગુર્જરે અકસ્માતમાં વળતર મેળવવા માટે જેગુઆર કારના માલિક ક્રિશ વરિયા, વીમા કંપની, તથ્ય પટેલ પાસેથી કોર્ટમાં કાર્યવાહી કરી છે.

આ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેુગુઆર કાર બેદરકારીથી ચલાવીને અડફેટે લઈને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોની આવક અને કાલ્પનિક નુકસાન તેમજ તેમની સારવાર પર થયેલા ખર્ચ અંગેના દસ્તાવેજો સામેલ કરીને જુદી જુદી રકમ વળતર મેળવવા માટે દાદ માંગી છે.

ઈજાગ્રસ્ત થયેલા મનીષ દેસાઈએ 8 લાખ રૂપિયા, મૃત્યુ પામેલા જયશિવસિંહ રાજના પરિવારે 18 લાખ રૂપિયા, નયરન ગુર્જર 8 લાખ રૂપિયા અને છેલ્લા એક માસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જય ચૌહાણે વાહન માલિક અને વીમા કંપની સામે 1 કરોડનો દાવો માંડયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપ્યા છે.

આ પણ વાંચો: પ્રહાર/ ‘ચીનના દાન પર રાહુલ ગાંધીએ ભારત વિરોધી ઓક્યું ઝેર ‘ બીજેપી નેતાનું મોટું નિવેદન

આ પણ વાંચો: G20 Summit/ ‘G-20ના મહેમાનોથી સત્ય છુપાવવાની જરૂર નથી’ – રાહુલ ગાંધીએ આવું કેમ કહ્યું?

આ પણ વાંચો: Rajkot/બ્રિટિશરો સમયનું રાજકોટ એરપોર્ટ બન્યું ભૂતકાળ, કર્મચારીઓએ છેલ્લી ફ્લાઇટને સલામી સાથે આપી વિદાય