એમેઝોન/ ઓનલાઈન ઓર્ડર કરો, નજીકના કરિયાણા સ્ટોરમાંથી લઇ જાઓ

મોટાભાગની ઓનલાઈન શોપિંગમાં હોમ ડિલિવરીની વાત હોય છે. પરંતુ એમેઝોન ફરીથી પિકઅપ મોડલ અપનાવવા જઈ રહ્યું છે અને આ માટે કંપની વધુને વધુ રિટેલ આઉટલેટ ખોલવાની તૈયારી કરી રહી છે.

Tech & Auto

ભારતમાં કરિયાણાની વસ્તુઓનું ઓનલાઈન વેચાણ ફેશન અને કોસ્મેટિક અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેટલું થયું નથી. હવે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. એમેઝોન ગ્રોસરી સેગમેન્ટમાં મોટો ફેરફાર લાવવાની તૈયારી કરી રહ્યું છે. મોટાભાગની ઓનલાઈન શોપિંગમાં હોમ ડિલિવરીની વાત હોય છે. પરંતુ એમેઝોન ફરીથી પિકઅપ મોડલ અપનાવવા જઈ રહ્યું છે અને આ માટે કંપની વધુને વધુ રિટેલ આઉટલેટ ખોલવાની તૈયારી કરી રહી છે. એમેઝોનના નવા મોડલના આગમન પછી, તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો અને કરિયાણાની વસ્તુઓ મેળવવા માટે પડોશી સ્ટોરમાં જઈ શકશો.

ઈ-ગ્રોસરી માર્કેટમાં, એમેઝોન, રિલાયન્સ જિયો, બિગ બાસ્કેટ, ફ્લિપકાર્ટ, ગ્રુફર્સ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. એમેઝોન આ પ્રયોગ અમેરિકામાં કરી ચૂક્યું છે. એમેઝોન નું આ મોડેલ એમેઝોન ફ્રેશ અને એમેઝોન ગ્રોસરી હેઠળ કામ કરશે. એમેઝોન ફ્રેશ ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર હાલમાં બેંગ્લોરથી શરૂ થયું છે, આ સુવિધા હાલમાં બેંગલુરુમાં લોન્ચિંગ ઓફરના ભાગરૂપે છે.

આ એમેઝોન મોડેલમાં કેશ ઓન ડિલિવરી નથી. તમારે ઓર્ડર આપતી વખતે ચુકવણી કરવી પડશે અને તે પછી તમે દુકાનમાંથી માલ ઉપાડી શકશો. આ મોડેલમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા છે. આ ગ્રોસરી મોડલ માટે એમેઝોને સામરા કેપિટલ સાથે ભાગીદારી કરી છે. સામરાએ 2019 માં આદિત્ય બિરલા ગ્રુપની મોર રિટેલ ચેઇન ખરીદી હતી.

એમેઝોનના આ શોપિંગ મોડેલનું હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે યુ.એસ.માં મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ પસંદ કરે છે, જયારે ભારતમાં લોકો કેશ ઓન ડિલિવરી પસંદ કરે છે, જ્યારે આ મોડેલમાં રોકડની સુવિધા નથી.

સ્માર્ટફોન ટિપ્સ / ફ્રી વાઇ-ફાઇના ચક્કરમાં હેકર્સની જાળનો શિકાર બની શકો છો, બચવા માટે આ મહત્વની ટિપ્સ અનુસરો
Tips / શું તમે વોટ્સએપ ગ્રુપમાં એડ થવાથી પરેશાન છો?  તો આજે જ સેટિંગ્સમાં આ ફેરફાર કરો.
XUV700 SUV ભેટ / ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને XUV700 SUVની ભેટ, આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત 
ટ્વિટરની ભેટ / હવે તમે ઈ-મેલ અને એપલ આઈડીથી લોગીન કરી શકશો, પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી 
WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે