વોટ્સએપ લોકો માટે ફેવરિટ બનતુ જાય છે. વોટ્સએપ પોતાની એપ્લિકેશનમાં હવે અપગ્રેડ કરી રહ્યું છે, જેમાં યુઝર્સે મોકલેલો ખોટો મેસેજ પણ હવે સુધી શકશે. હાલ વોટ્સએપ આ ફિચર્સ પર કામ કરી રહ્યું છે. જેની મદદથી યુઝર્સ DELETE FOR EVERYONEની મદદથી 2 દિવસ જૂના મેસેજ પણ ડીલીટ કરી શકશે. માત્ર મેસેજ જ નહીં પરંતુ યુઝર્સે મોકલેલ ખોટો ફોટો, મેસેજ અથવા વિડીયો તમે 2 દિવસ બાદ પણ ડીલિટ કરી શકો છો. અને ભૂલ 2 દિવસ પછી પણ સુધારી શકાય છે. હાલ વોટ્સએપે સયમ મર્યાદા 1 કલાક સુધી રાખી છે. તે સમય મર્યાદા વોટ્સએપ સમય મર્યાદા કાઢી શકાય છે
વોટ્સએપની ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ Wabitinfo દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે અને IOS માટે WhatsApp બીટા 22.15.0.73 માં કહ્યું છે કે યુઝર્સને 24 કલાક અને 12 કલાક માટે મેસેજ ડિલીટ કરવાનો વિકલ્પ મળશે. એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.22.15.8માં યુઝર્સને 12 કલાક અને 24 કલાકનો વિકલ્પ મળે છે.
WhatsAppમાં Delete for Everyone ફીચરની મદદથી યૂઝર્સે મોકલેલા મેસેજને ડિલિવર થયા બાદ ડિલીટ કરી શકે છે. કંપનીએ મેસેજ ડિલીટ કરવાની સમયમાં દિવસેને દિવસે વધારો કર્યો છે. પહેલા મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદા 16 સેકન્ડ હતી, ત્યારબાદ 8 મિનિટ અને 1 કલાકની સમય મર્યાદા છે
આ નવી સમયમર્યાદા ટેસ્ટિંગ સ્ટેજમાં છે, આ સમય મર્યાદાનો ફિસર્ચ સામાન્ય લોકો માટે ક્યારે જાહેર કરાય તેની કોઇ જાણકારી શેર કરવામાં આવી નથી. Metaની માલિકીની આ મેસેજિંગ એપમાં બીજા ઘણા નવા ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે ટુંક સમયમાં ઘણા નવા ફિચર્સ અપડેટ કરશે, વોટ્સએપ હાલમાં જ એક નવુ ફિચર્સ એપગ્રેડ કર્યું છે, વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ IOS પર, IOS યુઝર્સ એન્ડ્રોઇડ પર પોતાનો વોટ્સએપ ડેટા ફાસ્ટ ટ્રાન્સફર કરી શકે છે. હાલ આ ફિચર્સ બીટા ટેસ્ટિંગ સ્ટેજમાં છે.
આ પણ વાંચો: પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળો પર આતંકી હુમલો, ASI શહીદ
આ પણ વાંચો:મમતા થઇ શર્મસાર, સરગાસણ નજીક પાપ છૂપાવવા માટે નવજાત બાળકને ત્યજી દેવાયું
આ પણ વાંચો:ગુજરાતમાં કળિયુગ ચરમસીમાએ, કચરામાં ફેંકાયું વધુ એક નવજાત શિશુનુ ભ્રુણ
