Gujarat Weather: હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી ગુજરાત રાજ્યમાં તાપમાન (Temperature) ફરી વધવાનું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને ભારે ગરમી (Heat)નો સામનો કરવો પડશે. આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીનો અનુભવ રહેશે. જોકે, ગરમ ભેજવાળા પવનોને કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક પછી ગરમીનું મોજું ફરી વળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતને ગરમીથી આંશિક રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક સુધી ચાલુ રહેશે. 24 માર્ચે ઉત્તર ભારતના વિસ્તારોમાં એક પશ્ચિમી વિક્ષેપ ત્રાટકશે, જેના કારણે ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસની રાહત બાદ ફરી તાપમાન (Temperature)માં વધારો થયો છે, હવામાન વિભાગે પણ તીવ્ર ગરમીની આગાહી કરી છે. જે મુજબ, 3 દિવસ પછી રાજ્યમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં પવનની દિશા બદલાતાં, 22 માર્ચથી ગરમીની તીવ્રતા વધશે.
ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું ધ્યાન રાખો
ACમાંથી બહાર નીકળ્યા બાદ સીધા સીધા સૂર્યપ્રકાશ (Sunlight)માં ન જાવ. જો તમે એસી રૂમમાંથી બહાર નીકળી સીધા ગરમ વિસ્તારમાં જાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જ્યારે પણ તમારે ગરમીમાં એસીમાંથી બહાર નીકળવું પડે, ત્યારે પહેલા તેને બંધ કરો અને જ્યારે તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ એસી રૂમમાંથી બહાર આવો.
તડકામાંથી આવ્યા પછી તરત જ ઠંડુ પાણી (Cold water) પીવાની ભૂલ ક્યારેય ન કરો. જો તમને તરસ લાગી રહી હોય, તો તડકામાંથી આવ્યા પછી હંમેશા સાદું પાણી અથવા માટલાનું પાણી પીવો. શરીર ઠંડુ થઈ જાય ત્યારે ઠંડુ પાણી પીવો.
ગરમીથી બચવા માટે, બપોરના તડકામાં બહાર ન જવાનો પ્રયાસ કરો. જો તમારે તડકામાં બહાર જવું પડે, તો તમારા માથાને સુતરાઉ કાપડથી ઢાંકો અને હળવા રંગના આરામદાયક કપડાં પહેરો.
હીટસ્ટ્રોક (Heatstroke)થી બચવા માટે, શરીરને હંમેશા હાઇડ્રેટેડ (Hydrated) રાખો. આ માટે તમારે પાણી પીવું જોઈએ અને કેરીના પન્ના, રસ, નારિયેળ પાણી, લીંબુ પાણીનું પણ સેવન કરવું જોઈએ. આ બધા પીણાં શરીરને હાઇડ્રેટેડ રાખે છે.
ઉનાળાની ઋતુમાં ઝાડા અને ટાઇફોઇડનો ભય રહે છે. આવી સ્થિતિમાં, તમારે આ ઋતુમાં લારીઓ પર વેચાતું પાણી પીવાનું ટાળવું જોઈએ. ઘરેથી પાણી સાથે લઈ જાઓ.
આ પણ વાંચો:આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે આકરી ગરમી, IMDએ જારી કર્યુ યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન