શિંદેએ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી બંને સમાન છે. અને બંને એક જ ઝાડ નીચે ઉછર્યા છે. ઈન્દિરા ગાંધી અને યશવંત રાવ ચવ્હાણના નેતૃત્વ હેઠળ આગળ વધ્યા છે. એક દિવસ બંને સાથે આવશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ એક મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એક સાથે આવશે.
સોલાપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સુશીલ કુમાર શિંદેએ તેમની સાથી એનસીપી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શિંદેએ કહ્યું, ‘કોંગ્રેસ અને એનસીપી બંને સમાન છે. અમે બંને એક જ ઝાડ નીચે ઉછર્યા. ઈન્દિરા ગાંધી અને યશવંત રાવ ચવ્હાણના નેતૃત્વ હેઠળ આગળ વધ્યા છે.
ચૂંટણી અને રાજકારણમાં સતત પાછળ પડી રહેલ કોંગ્રેસ અને એનસીપીના મર્જરની ચર્ચા અગાઉ પણ થઈ હતી. લોકસભાની ચૂંટણી 2019 પછી પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ શરદ પવારે સત્તાવાર રીતે તેનો ઇનકાર કર્યો હતો. જો કે, આ પછી પવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે કોંગ્રેસને લાગે છે કે બંને પક્ષોએ સાથે આવવું જોઈએ.
હવે સુશીલ કુમાર શિંદેના નિવેદનથી આ ચર્ચાને વધુ હવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષોના મર્જરમાં નેતૃત્વ એક મોટી અડચણ છે, મર્જરની સ્થિતિમાં કોંગ્રેસ પવાર અને તેમના જૂથને નેતૃત્વ સોંપશે કે કેમ તે આ ચર્ચાનું કેન્દ્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
