Not Set/ વધુ એક નેતા કોરોનાની ઝપેટે ચડ્યા, નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને કોરોના પોઝિટિવ

કોરોનાએ વિશ્વભરની સાથે સાથે ગુજરાતમાં પણ કહેર વહેર્યો છે. રાજ્યભરમાં અનેક લોકો કોરોનાનાં સંક્રમણમાં આવ્યા છે અને કોરોનાનાં કારણે મોતની સંખ્યા પણ રાજ્યમાં હજારનો આંંક પાર કરી ચૂકી છે. કોરોના સામે લડી રહેલ અનેક વરિયર્સને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે તે વિદિત છે. ડોક્ટર – મેડિકલ સ્ટાફ – સરકારી ઉચ્ચ અધિકારી – પોલીસ કર્મી અને […]

Ahmedabad Gujarat

કોરોનાએ વિશ્વભરની સાથે સાથે ગુજરાતમાં પણ કહેર વહેર્યો છે. રાજ્યભરમાં અનેક લોકો કોરોનાનાં સંક્રમણમાં આવ્યા છે અને કોરોનાનાં કારણે મોતની સંખ્યા પણ રાજ્યમાં હજારનો આંંક પાર કરી ચૂકી છે. કોરોના સામે લડી રહેલ અનેક વરિયર્સને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે તે વિદિત છે. ડોક્ટર – મેડિકલ સ્ટાફ – સરકારી ઉચ્ચ અધિકારી – પોલીસ કર્મી અને સામજ સેવકો કોરોના કાળમાં પણ ગ્રાઉન્ડ બેટલ ખેલી રહ્યા હોય, તમામ વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયાની વગતો રાજ સામે આવે છે. આજે ફરી એક નેતાને કોરોના પોઝિટિવ આવ્યાનાં સમાચાર સામે આવી રહ્યા છે. 

જી હા, આ વખતે નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને કોરોના પોઝિટિવ આવ્યાનું સામે આવી રહ્યુ છે. આ સાથે જ અમદાવાદમાં ભાજપનાં વધુ એક નેતાને કોરોનાએ પોતાની ઝપેટમાં લેતા રાજકીય વર્તુળોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપનાં નેતા અનિલ પટેલ અને જગદીશ પંચાલ પણ કોરોનાની ઝપેટમાં ચડયા છે, ત્યારે થવાણીને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થતાં ભાજપ વર્તુળોમાં ચિંતા જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….