Not Set/ એવું તો શું હતું આ વીડીયોમાં કે ચૂંટણી પંચે ફરિયાદના આદેશ આપવા પડ્યાં

અમદાવાદ ગુજરાતમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે એક સંવેદનશીલ  વીડીયોને કારણે ઇલેક્શન કમિશનને  ફરિયાદ કરવામાં આવી છે.ધાર્મિક તણાવ ફેલાઇ શકે તેવા આ વીડીયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને ગુજરાતના ચીફ ઈલેક્ટોરોલ ઓફિસરને આ વીડીયો વાઇરલ કરનારાઓ વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા હુકમ કર્યો છે. હ્યુમન રાઈટ લૉ નેટવર્કના વકીલ ગોવિંદ પરમારે ઇલેક્શન કમિશનને ફરિયાદ કરતાં કહ્યું હતું […]

Top Stories
bjp video એવું તો શું હતું આ વીડીયોમાં કે ચૂંટણી પંચે ફરિયાદના આદેશ આપવા પડ્યાં

અમદાવાદ

ગુજરાતમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે એક સંવેદનશીલ  વીડીયોને કારણે ઇલેક્શન કમિશનને  ફરિયાદ કરવામાં આવી છે.ધાર્મિક તણાવ ફેલાઇ શકે તેવા આ વીડીયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને ગુજરાતના ચીફ ઈલેક્ટોરોલ ઓફિસરને આ વીડીયો વાઇરલ કરનારાઓ વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા હુકમ કર્યો છે.

હ્યુમન રાઈટ લૉ નેટવર્કના વકીલ ગોવિંદ પરમારે ઇલેક્શન કમિશનને ફરિયાદ કરતાં કહ્યું હતું કે આ વીડીયોમાં સાંપ્રદાયિક તણાવ વધે તેવા દ્રશ્યો છે.

શું છે સંવેદનશીલ વીડીયોમાં…

આ વીડિયોમાં રસ્તા પર એક છોકરી ગભરાયેલી અવસ્થામાં બતાવવામાં આવે છે અને બેકગ્રાઉન્ડમાં ‘અઝાન’નો અવાજ સાંભળવા મળી રહ્યો છે. છોકરી એકલી રસ્તા પરથી ચાલીને જતી હોય છે ત્યારે ‘અલ્લાહુ અકબર’નો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે, આ છોકરી એકલી હોવાને કારણે ગભરાયેલી અવસ્થામાં પણ બતાવવામાં આવી છે. વીડિયોમાં કહેવાયું છે કે, 22 વર્ષ પહેલા જેવો અસુરક્ષિત વાતાવરણ હતો તેવો ફરીવાર ગુજરાતમાં આવી શકે છે. પરંતુ PM નરેન્દ્ર મોદીની હાજરી ગુજરાતમાં આવું ફરી ક્યારેય નહીં બને તેની ખાતરી આપે છે.

વકિલ ગોવિંદ પરમારે આ બાબતે રાજ્ય ચૂંટણી પંચ અને ગુજરાત પોલીસના સાયબર સેલ સમક્ષ વીડિયો વિશે ફરિયાદ કરતા યોગ્ય પગલા લેવાની માંગણી કરી હતી