BHARAT BANDH/ ભારત બંધ પર બોલ્યા અન્ના હજારે: ખેડૂત આંદોલન સમગ્ર દેશમાં ફેલાવું જોઇએ

દેશનાં અન્નદાતા મોદી સરકારનાં કૃષિ કાયદાને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન, સામાજિક કાર્યકર અન્ના હઝારેનું સમર્થન ખેડૂતોને મળ્યું છે. ભારત બંધની વચ્ચે અન્ના હજારે આજે એક દિવસનાં ઉપવાસ પર બેઠા છે. અન્ના હઝારેએ કહ્યું કે, દેશમાં આંદોલન થવું જોઈએ, જેથી સરકાર પર દબાણ બની રહે અને તે ખેડૂતોનાં હિતમાં પગલાં ઉઠાવે. ખેડૂતોએ […]

Top Stories India
corona 103 ભારત બંધ પર બોલ્યા અન્ના હજારે: ખેડૂત આંદોલન સમગ્ર દેશમાં ફેલાવું જોઇએ

દેશનાં અન્નદાતા મોદી સરકારનાં કૃષિ કાયદાને લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન, સામાજિક કાર્યકર અન્ના હઝારેનું સમર્થન ખેડૂતોને મળ્યું છે. ભારત બંધની વચ્ચે અન્ના હજારે આજે એક દિવસનાં ઉપવાસ પર બેઠા છે. અન્ના હઝારેએ કહ્યું કે, દેશમાં આંદોલન થવું જોઈએ, જેથી સરકાર પર દબાણ બની રહે અને તે ખેડૂતોનાં હિતમાં પગલાં ઉઠાવે.

ખેડૂતોએ રસ્તાઓ પર ઉતરવુ પડશે

અન્ના હઝારેએ એક સંદેશમાં કહ્યું કે, હું દેશની જનતાને અપીલ કરું છું, દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે, તે સમગ્ર દેશમાં ચાલવું જોઈએ. સરકાર ઉપર દબાણ બનાવવા માટે આવી સ્થિતિ સર્જાય તે જરૂરી છે અને આ માટે ખેડૂતોએ રસ્તાઓ પર ઉતરવું પડશે. પણ કોઈ હિંસા કરશો નહીં. અન્ના હજારે મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લાનાં રાલેગણ સિદ્ધિ ગામમાં ભૂખ હડતાલ પર છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો માટે રસ્તાઓ પર ઉતરવું અને તેમનો મુદ્દો ઉકેલી લેવાનો આ ‘યોગ્ય સમય’ છે.

સરકારને આંદોલન કરવાની આપી ચેતવણી

સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ કહ્યું કે, મેં આ મુદ્દાને પહેલા પણ સમર્થન આપ્યું છે અને આગળ પણ ચાલુ રાખીશ. તેમણે કૃષિ ખર્ચ અને ભાવો (સીએસીપી) માટે કમિશનને સ્વાતંત્ર્ય આપવાની અને એમએસ સ્વામિનાથન કમિશનની ભલામણોનો અમલ કરવા પર પણ ભાર મૂક્યો હતો. અન્ના હઝારેએ સરકારને ચેતવણી પણ આપી હતી કે, સીએસીપીને સ્વાયત્તતા ન આપવામાં આવે અને સ્વામિનાથન કમિશનની ભલામણોનો અમલ ન કરવા પર આંદોલનની ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે, સરકાર માત્ર ખાતરી આપે છે, માંગણીઓ ક્યારેય પૂર્ણ કરતી નથી.

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો