ગુજરાત/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરમાં 396 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એટલે કે 9 માર્ચે ભાવનગરના એક દિવસના પ્રવાસે જવાના છે

Top Stories Gujarat
11 3 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરમાં 396 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જબાકિ છે ત્યારે તમામ પાર્ટીઓ ઉમેદવારોના નામ જાહેર કરવાના કામે લાગી છે, ભાજપ આ વખતે ઐતિહાસિક જીત મેળવવા માટે કોઇ કચાશ છોડવા માગંતી નથી. ગુજરાતમાં 26 બેઠકો પર પાંચ લાખથી જીત મેળવવા ભાજપ પ્રયાસ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એટલે કે 9 માર્ચે ભાવનગરના એક દિવસના પ્રવાસે જવાના છે.ભાવનગરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસલક્ષી અનેક પ્રોજેકટના ખાતમુર્હત કરશે અને લોકોર્પણ પણ કરશે.

નોંધનીય છે કે ભાવનગરની એક દિવસની મુખ્યમંત્રીની મુલાકાતમાં ભાવનગરને મળશે કરોડોના પ્રોજેતકટની ભેટ મળશે. એક દિવસની મુલાકાત દરમિયાન 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે,1 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતરાય નાટ્યગૃહ, 3 કરોડ 89 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી વી રેન્જ આઇ.જી. ઓફિસનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી મહાનગરપાલિકાનાં ઘરે ઘરે કચરો એકત્રિત કરતા 91 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. પ્રજાના વિકાસ માટે ભાજપ સરકાર સતત કાર્યશીલ જોવા મળી રહી છે. દાદાની સરકારે હાલ પૂરજોશમાં વિકાસલક્ષી કાર્યો કરીને પ્રજાને સુવિધા અને સવલતો પુરી પાડવાની છે.