World News/ પાકિસ્તાન ફરી ગ્રે લિસ્ટમાં જશે? પેરિસમાં ભારત રજૂ કરશે આતંકવાદના સજ્જડ પુરાવા

ઓક્ટોબર 2026માં પેરિસમાં યોજાનારી FATF બેઠકમાં ભારત પાકિસ્તાન(Pakistan) વિરુદ્ધ આતંકવાદના સજ્જડ વીડિયો પુરાવા રજૂ કરશે. ભારત પાકિસ્તાનને ફરી ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા માટે સક્રિય છે. જાણો સંપૂર્ણ વિગત.

international Top Stories World
Pakistan

India-Pakistan FATF Paris Meeting 2026: આતંકવાદને પોષતા પાકિસ્તાન સામે ભારત ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર આક્રમક બન્યું છે. ઓક્ટોબર 2026માં પેરિસ ખાતે યોજાનારી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની બેઠકમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ સજ્જડ પુરાવા રજૂ કરવા માટે સજ્જ છે. ભારતનો સ્પષ્ટ ઉદ્દેશ્ય પાકિસ્તાનને ફરી એકવાર ‘ગ્રે લિસ્ટ’માં ધકેલીને તેના આતંકવાદી ધિરાણના માર્ગોને સંપૂર્ણપણે બ્લોક કરવાનો છે.

પુરાવા તરીકે ‘ઓપરેશન સિંદૂર’ના વીડિયો

ભારત પાસે પાકિસ્તાન અને ISIની પોલ ખોલનારા ડિજિટલ પુરાવાઓનો ખજાનો છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ વાયરલ થયેલા વીડિયો જેમાં પાકિસ્તાની સેના અને ISIના ઉચ્ચ અધિકારીઓ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં અને રેલીઓમાં હાજરી આપતા સ્પષ્ટ દેખાય છે, તે FATF ની બેઠકમાં મુખ્ય પુરાવા બનશે. આ દસ્તાવેજી પુરાવાઓ સાબિત કરશે કે પાકિસ્તાન સરકાર અને આતંકી સંગઠનો વચ્ચે કેટલી ગાઢ સાંઠગાંઠ છે.

FATFમાં ભારતનું મજબૂત સ્થાન

સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી વિવેક અગ્રવાલને FATF ના વાઇસ-પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે, જે ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સફળતા છે. આ હોદ્દાને કારણે ભારત હવે વૈશ્વિક પ્લેટફોર્મ પર પાકિસ્તાન(Pakistan) વિરુદ્ધ વધુ મજબૂત દબાણ લાવી શકશે. પાકિસ્તાન ભલે અમેરિકામાં પોતાને ‘શાંતિ દૂત’ સાબિત કરવાના પ્રયાસો કરતું હોય, પરંતુ ભારતની આ વ્યૂહાત્મક ચાલ ઇસ્લામાબાદ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

ગ્રે લિસ્ટનું Pakistan પર શું અસર થશે?

જો પાકિસ્તાન (Pakistan) ફરી ‘ગ્રે લિસ્ટ’માં જશે તો:

આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પર કડક દેખરેખ રાખવામાં આવશે.

તેને મળતી વિદેશી લોન અને આર્થિક મદદ પર મોટું જોખમ ઊભું થશે.

પાકિસ્તાનની(Pakistan) પહેલેથી જ કંગાળ થઈ ચૂકેલી અર્થવ્યવસ્થાને વધુ મોટો ફટકો પડશે.

ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પાકિસ્તાન(Pakistan) આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પોતાની નાણાકીય વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે, તે વિશ્વને ફરી એકવાર સત્તાવાર રીતે બતાવવામાં આવે.


આ પણ વાંચો :ઈરાનની ધમકી બાદ ખાડી દેશોમાં યુદ્ધનો માહોલ; જહાજ પર હુમલો થતાં ક્રૂડ ઓઇલ બજારમાં ચિંતા

આ પણ વાંચો :ઈરાનના પરમાણુ કેન્દ્રની તપાસ થશે, હોર્મુઝમાં ફસાયેલા 11 હજાર ખલાસીઓ માટે રેસ્ક્યૂ પ્લાન શરૂ

આ પણ વાંચો :પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત