Covid-19/ એસટી નિગમમાં કોરોનાએ મચાવ્યું તાંડવ, 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાવાયરસ એક કાળ બનીને આવ્યો છે. રોજ કોરોનાનાં કેસમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા.

Top Stories Gujarat Others
  • એસટી નિગમના 42 કર્મચારીઓ પોઝિટિવ
  • વોલ્વો બસના 10 કંડક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
  • અમદાવાદ વિભાગના 20 કર્મચારીઓને કોરોના
  • એક વર્ષમાં 600થી વધુ કર્મચારીઓ થયા સંક્રમિત
  • ગુજરાત એસટી નિગમે કોરોનાથી 13 કર્મીને ગુમાવ્યા

રાજ્યમાં કોરોનાવાયરસ એક કાળ બનીને આવ્યો છે. રોજ કોરોનાનાં કેસમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં જઇ રહ્યા છે. કોરોનાએ દરેક વર્ગને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. આ વચ્ચે એસટી નિગમમાં પણ આ વાયરસે મોટુ નુકસાન પહોંચાડ્યુ છે.

કોરોનાએ લીધો જીવ / કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ડો.એકે વાલિયાનું કોરોના સંક્રમણનાં કારણે નિધન

આપને જણાવી દઇએ કે, એસટી નિગમનાં 42 કર્મચારીઓ પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમા અમદાવાદ વિભાગનાં 20 કર્મચારીઓ, વોલ્વો બસનાં 10 કંડક્ટરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં 600 થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. ગુજરાત એસટી વિભાગે કોરોનાથી 13 કર્મચારીઓને ગુમાવ્યા છે. સતત વધી રહેલા કોરોનાનાં કેસ હવે સ્થિતિ બેકાબુ હોવાનુ જણાવી રહ્યા છે. જણાવી દઇએ કે, બુધવારે રાજ્યમાં 300 નાં વધારા સાથે નવા કેસો નોંધાયા હતા.

કોરોનાથી નિધન / CPM જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના મોટા પુત્રનું કોરોનાથી અવસાન

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમાં કોરોનાનાં 12,553 કેસો નોંધાયા હતા. જ્યારે 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 4802 દર્દીઓ સાજા થયા હતા. જણાવી દઇએ કે, એક્સપર્ટ મુજબ ભારતમાં કોરોના મ્યૂટેન્ટ તૈયાર થઇ ગયો છે, જે સ્વદેશી છે. એવામાં દેશમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટ પાછળ આ જ એક મોટું કારણ હોઇ શકે છે. આ મ્યૂટેન્ટ B.1.618 છે, મહારાષ્ટ્રમાં થયેલ જીનોમ સ્કિવેન્સિંગમાં તેની જાણ થઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…