સીપીએમ જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીના મોટા પુત્ર આશિષ યેચુરીનું આજે સવારે ગુરુવારે કોવિડના કારણે નિધન થયું છે. આશિષ છેલ્લા કેટલાક દિવસોથી ગુરુગ્રામની મેડન્ટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર,બે અઠવાડિયા પહેલા તેમને શરૂઆતમાં હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં સ્થિતિ ગંભીર થતા ગુરુગ્રામમાં રીફર કરવામાં આવ્યા હતા.
આશિષ 34 વર્ષના હતા અને નવી દિલ્હીના એક મોટા અખબારમાં સિનિયર કોપી એડિટર તરીકે નોકરી કરતા હતા. સીતારામ યેચુરીએ ટ્વીટ કરીને તેમના મોટા પુત્રના મોત અંગેની માહિતી આપી હતી. તેમણે તેમના પુત્રની સારવાર કરનારા બધા ડોકટરો, નર્સો અને અન્ય લોકોનો પણ આભાર માન્યો.
આ પણ વાંચો :ઇસ્લામિક વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનું અવસાન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘કોવિડ -19 ને કારણે આજે સવારે હું મારા મોટા પુત્ર આશિષ યેચુરીને ગુમાવ્યો છે એ જાણ કરતાં મને ખૂબ દુ:ખ થઇ રહ્યું છે. હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે અમને આશા આપી હતી અને જેમણે તેમની સારવાર કરી હતી – ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન કામદારો, સેનિટેશન વર્કર્સ અને અસંખ્ય અન્ય જેઓ અમારી સાથે ઉભા હતા.’
It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him – doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us.
— Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી ડૉક્ટર એ.કે. વાલિયાનું કોરોનાથી નિધન થયું છે. તેમની દિલ્હીની એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. તેમને થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડૉક્ટર વાલિયાનું આખું નામ ડૉક્ટર અશોક કુમાર વાલિયા હતું. તેઓએ 1993થી કૉંગ્રેસ પાર્ટી સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો :દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ થઈ રહ્યો છે ધરખમ વધારો, જાણો સમગ્ર રિપોર્ટ

તેઓ દિલ્હીમાં ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વાલિયાનો જન્મ અને અભ્યાસ દિલ્હીમાં જ થયો છે. વ્યવસાયે ડૉક્ટર એવા વાલિયાનું પૂર્વ દિલ્હીમાં નર્સિંગ હોમ આવેલું છે.
આ પણ વાંચો :છેલ્લા 24 કલાકમાં દેશનો વૈશ્વિક રેકોર્ડ,3.15 લાખ નવા કેસ અમેરિકાના સર્વાધિક રેકોર્ડ 3.07 લાખને તોડ્યો
આપને જણાવી દઈએ કે, નાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.
આ પણ વાંચો :અમે લોકોને ઓક્સિજનની અછતથી મરી જતા જોઈ નથી શકતા, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રનો લીધો ઉધડો
