મહારાષ્ટ્ર અને આ રાજ્યના મહાનગર મુંબઇના કોરોના સંક્રમણના નવા કેસો ડરાવવા લાગ્યા છે. મહારાષ્ટ્રની હાલત તો અમેરિકા જેવી થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તે જોતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો લોકો કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા રહેશે તો સરકાર સંપૂર્ણ લોકડાઉન લાદવાની ફરજ પાડશે.

મુંબઇ પોલીસે માસ્ક ન પહેરાનારા શહેરના લગભગ બે લાખ લોકો પાસેથી એક મહિનાથી ઓછા સમયમાં દંડ તરીકે ચાર કરોડ રુપિયા વસુલ્યા છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દંડ 20 ફેબ્રુઆરીથી એકત્ર કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 35,952 કેસો નોધાયા છે. જેમાં કુલ 111 લોકોના મોત નીપજ્યા છે. તો મહાનગર મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,504 નવા કેસો નોંધાયા છે. શહેરમાં એક દિવસમાં કોરોનાના કેસોની આ સર્વાધિક સંખ્યા છે. કોરોનાના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં 5,185 નવા કેસો નોંધાયા હતા.આ ઉપરાંત પુણેમાં 24 કલાકમાં 6,427, થાણે, નાગપુરમાં 3600થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 20,444 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.મુંબઇમાં માસ્ક ન પહેરનારા સામે પોલીસ કડકાઇ દાખવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
