Sabarkantha News/ ઈડરના ચિત્રોડામાંથી 11.36 લાખના ગાંજાનો જથ્થો મળી આવ્યો

સાબરકાંઠાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામના મંદિર પાસેના ખેતરમાં રહેલો લાખો રૂપિયાનો લીલા ગાંજાના છોડ ઝડપાયા છે.

Gujarat Others

Sabarkantha News: ઈડરના ચિત્રોડાના વાડીનાથ મંદિર પાસેના ખેતરમાં બાજરીના પાકની આડમાં 147 જેટલા લીલા ગાંજાના છોડ સહિત દોઢ કિલો જેટલો સૂકો ગાંજો ઝડપાયો છે. જાદર પોલીસે બાતમી આધારે રેડ કરતાં પોલીસને 12 લાખ કરતા વધુ ના મુદ્દામાલની NDPS નો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે સાથોસાથ આરોપીઓ ગાંજાને કયા વેચાણ કરતા હતા તેમજ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સહિતની અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાબરકાંઠાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામના મંદિર પાસેના ખેતરમાં રહેલો લાખો રૂપિયાનો લીલા ગાંજાના છોડ ઝડપાયા છે. જાદર પોલીસે બાતમી આધારે ચિત્રોડાના વાડીનાથ મંદિર પાસેના બાજરીના ખેતરમાં રેડ કરી હતી રેડ દરમિયાન બાજરીના ખેતરમાંથી પોલીસને 147 જેટલા લીલા ગાંજાના છોડ સહિત આરોપીઓ પાસેથી દોઢ કિલો સૂકો ગાંજો ઝડપાયો હતો મહત્વની બાબત છે કે દિન પ્રતિદિન ગુજરાત સરકાર સહિત ગૃહ વિભાગ NDPS ને લઈ યુવા ધન સહિત નસીલા પદાર્થોના વેચાણ સહિત વાવેતર કરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે જોકે ઇડરના ચિત્રોડા ગ્રામ્ય પંથકમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાના છોડ મળી આવતા સમગ્ર પંથક સહિત જિલ્લામાં ભાડે ખળભળાટ વ્યાપ્યો છે. “Say No To Drugs” અભિયાન અંતર્ગત જાદર પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસે વ્રજ ત્રિપાઠી નામના પૂજારી સહિત સંજય ભરવાડ નામના વ્યક્તિની સામે ફરિયાદ નોંધી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસે વિવિધ અલગ અલગ દિશામાં તપાસનો દોર ચલાવી રહી છે સાથોસાથ આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા હતા તેમજ ગાંજા નું વેચાણ કરતા હતા સહિતની દિશામાં પૂછતાજ હાથ ધરાઈ છે.

સામાન્ય રીતે આજના યુવાધનને નસીલા પદાર્થોથી દૂર રાખવા માટે વિવિધ પ્રયાસો થકી ગૃહ વિભાગ પણ લાલ આંખ કરી રહી છે જોકે ઇડર તાલુકાના ગ્રામ્ય  પંથકમાં બાજરીના પાકની આડમાં કરાયેલું ગાંજાનું મોટું વાવેતર ઝડપાયું છે તો બીજી તરફ બે આરોપીઓની પણ ધરપકડ  કરવામાં આવી છે સાથોસાથ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલાયા છે. પોલીસે NDPS એક્ટ ની કલમ 8(સી), 20(2)(સી), 29 તેમજ 52(1) હેઠળ ગુનો નોંધાયો છે. જોકે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં એક સાથે પોલીસે મોટી માત્રામાં લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરતા મોટા ભાગના વિસ્તારમાં ભાડે હડકંપ વ્યાપ્યો છે.

જાદર પોલીસે બાતમી આધારે કરેલી સફળ રેડ બાદ મંદિરના પૂજારી સહિત સંજય ભરવાડ નામના ઈસમને જેલના સળિયા પાછળ ધકેલાયા છે જોકે વર્ષોથી ખેતીની આડમાં ચાલતું નર્સિલા પદાર્થનું વાવેતર કેમ કોઈને ધ્યાને ન આવ્યું તેમજ ગાંજાના વાવેતર સામે અત્યાર સુધીમાં કેટલા યુવાનો સહિત અનેક લોકો નસીલા દ્રવ્યોનો નો ભોગ બન્યા સહિતના વિવિધ પ્રશ્નો પોલીસ સામે પણ ઉદ્ભવી રહ્યા છે જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં પોલીસ તંત્ર દ્વારા બંને આરોપીઓ સામે કેવા અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેમજ આરોપીઓની પૂછતાજમાં કેવા પ્રકારના મોટા ખુલાસો સામે આવે છે.

ઝડપાયેલા આરોપી..

1) વજ્ર ત્રિપાઠી (વાળીનાથ મંદિર પુજારી ચિત્રોડા)

2) સંજય ભરવાડ (વાળીનાથ મંદિર પાસે ખેતી કરનાર)

@ધ્રુવ માળી,સાબરકાંઠા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાડા 11 કરોડની કિંમતનો ગાંજો.. ગોવામાં મળી આવેલા ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો

આ પણ વાંચો:બગોદરામાંથી 102 કિલો ગાંજો ઝડપાયો, પોલીસે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો:સિદ્ધપુરમાં થર્ટી ફર્સ્ટને લઈ સઘન પોલીસ ચેકિંગમાં ઝડપાયો ગાંજો