Not Set/ રતન ટાટાને આસામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા, જાણો કેમ મળ્યું આ સમ્માન

ટાટા ટ્રસ્ટે આસામ સરકાર સાથે મળીને વર્ષ 2018માં કેન્સર કેર યુનિટ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. આ યોગદાન માટે રતન ટાટાને આસામના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘આસામ વૈભવ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

India
રતન ટાટાને

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે ઉદ્યોગપતિ રતન ટાટાને રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘આસામ વૈભવ’થી સન્માનિત કર્યા હતા. રતન ટાટાને મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગુવાહાટીમાં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટાને આસામમાં કેન્સરની સારવાર સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : LICનો IPO 10 માર્ચે ખૂલી શકે છે! 7 શેરનો લોટ,આટલા પૈસાનું રોકાણ કરવું પડશે,જાણો વિગત

આ અંતર્ગત તેમને પ્રશસ્તિપત્ર, મેડલ અને રૂ.5 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરીએ ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ટાટાને આ એવોર્ડ આપવામાં આવનાર હતો. જોકે, તેઓ અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. રાજ્યપાલ જગદીશ મુખીએ આ કાર્યક્રમમાં અન્ય 18 પ્રતિષ્ઠિત હસ્તીઓને ‘આસામ સૌરવ’ અને ‘આસામ ગૌરવ’ અર્પણ કર્યા હતા.

નોંધનીય છે કે ટાટા ટ્રસ્ટે આસામ સરકાર સાથે મળીને વર્ષ 2018માં કેન્સર કેર યુનિટ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. આ યોગદાન માટે રતન ટાટાને આસામના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘આસામ વૈભવ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે આસામના લોકો કેન્સર જેવા જીવલેણ રોગની સારવારમાં અસાધારણ યોગદાન માટે રતન ટાટાના ખૂબ આભારી છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા બુધવારે મુંબઈ પહોંચ્યા, ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાનું સન્માન કરવા. 24 જાન્યુઆરીના રોજ, આસામ સરકારે ગુવાહાટીમાં શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન 17 અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ‘આસામ સૌરવ’ અને ‘આસામ ગૌરવ’થી સન્માનિત કર્યા. આ સેલિબ્રિટીઓમાં ટોક્યો ઓલિમ્પિક મેડલિસ્ટ લવલીન બોર્ગોહેન પણ હતી.

‘આસામ સૌરવ’ અને ‘આસામ ગૌરવ’થી સન્માનિત અન્ય વ્યક્તિઓમાં કોવિડ-19 યોદ્ધાઓ, કલાકારો, ઉદ્યોગસાહસિકો અને ડૉક્ટરોનો સમાવેશ થાય છે. બે દિગ્ગજ રતન ટાટા અને દીપક ચંદ જૈન અંગત કારણોસર ગુવાહાટીમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સન્માન સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા. રતન ટાટાને આસામ વૈભવ એવોર્ડ માટે જ્યારે દીપક ચંદ જૈનને આસામ સૌરવ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : દુનિયાના મોટામોટા દેશોને માત આપશે ભારતીય અર્થવ્યવસ્થા: જાણો ફિનમીન રિપોર્ટની મહત્વની બાબતો

આ પણ વાંચો :શેરબજારમાં તેજી સાથે સેન્સેકસ 58300ની ઉપર ખુલ્યો,નિફટી 17,400ને પાર

આ પણ વાંચો : શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો,નિફ્ટી 17,300 પર બંધ

આ પણ વાંચો :આ એરલાઈન્સે ખોટમાંથી નફો કર્યો, 52-અઠવાડિયાના નીચલા સ્તરેથી સ્ટોકનો મજબૂત યુ-ટર્ન!