Not Set/ દુનિયાનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો, 30 હજાર ફૂટ ઉંચે સુધી ઉછળ્યો લાવા

હવાઈ આઈલેન્ડ અમેરિકાના હવાઈ આઈલેન્ડ પર સ્થિત કિલુઆમાં ગુરુવારે અત્યાર સુધીનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો છે તે પછી તેનો લાવા 30 હજાર ફૂટ ઉંછે સુધી ઉછળ્યો હતો. આ જ્વાળામુખીમાં એટલો જોરથી વિસ્ફોટ થયો કે આજુબાજુની જમીન પણ ફાટી ગઈ હતી. આ જ્વાળામુખી ફાટ્યા બાદ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ […]

World
http 2F2Fo.aolcdn દુનિયાનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો, 30 હજાર ફૂટ ઉંચે સુધી ઉછળ્યો લાવા

હવાઈ આઈલેન્ડ

અમેરિકાના હવાઈ આઈલેન્ડ પર સ્થિત કિલુઆમાં ગુરુવારે અત્યાર સુધીનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો છે તે પછી તેનો લાવા 30 હજાર ફૂટ ઉંછે સુધી ઉછળ્યો હતો. આ જ્વાળામુખીમાં એટલો જોરથી વિસ્ફોટ થયો કે આજુબાજુની જમીન પણ ફાટી ગઈ હતી.

આ જ્વાળામુખી ફાટ્યા બાદ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ જ્વાળામુખી માંથી ધુમાડો નીકળતો હતો જે 12,000 ફૂટની ઉંચાઈ પર જોવા મળી રહ્યો હતો. આ જોતા પહેલાથી જ વિસ્ફોટની ચેતવણી આપી દેવામાં આવી હતી.

યુએસ જિયોગ્રાફિક્લ સર્વેએ આ ઘટનાક્રમની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ જ્વાળામુખી ફાટવાથી તેમાંથી સલ્ફર ડાઈ ઓક્સાઈડ સહિત ઘણી ઝેરી ગેસ હવામાં ફેલાઈ રહ્યો છે. હાલ આસપાસનાવિસ્તારમાં રહેતા લોકોને ઝેરી ગેસથી બચાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈકે કિલુઆ જ્વાળામુખી લુઆ હિલો દ્વીપ પર સ્થિત પાંચ જ્વાળામુખીમાનો એક છે. આ દ્વ્રીપ પર લગભગ 1.85 લાખ જેટલા રહે છે. આ સિવાય અહી 89 લાખ લોકો જોવા માટે આવે છે. હાલ આ જ્વાળામુખીના કારણે વોલ્કેનો નેશનલ પાર્કને બંધ કરી દેવામાં આવ્યું છે.

અહી ઘણા દિવસોથી ભૂંકપ આવી રહ્યો છેઅત્યાર સુધીમાં અહી 500થી વધારે નાના મોટા ભૂંકપના આંચકા આવતાં રહ્યા છે અને સૌથી મોટા ભૂંકપની તિવ્રતા 6.9 માપવામાં આવી છે. આ ભૂંકપના ઝટકાઓથી જ જ્વાળામુખીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે.