LIVE/ ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, પાર્ટી અધ્યક્ષે મને અને અમારી પાર્ટીના મહામંત્રી તરુણ ચુગને મોકલ્યા છે. હવે અમે અહીં આવ્યા છીએ….

Top Stories Gujarat Others
a 151 ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાતમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. નવા મુખ્યમંત્રીનું નામ વિધાનસભા પક્ષની બેઠકમાં નક્કી થશે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર રવિવારે ગુજરાતમાં ધારાસભ્ય દળની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગુજરાત પહોંચ્યા છે.

Live Updates

Updates  16:08

  • ગુજરાતના નવા નાથની જાહેરાત
  • ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી
  • ધારાસભ્ય દળની બેઠકમાં નામ કરાયું નક્કી
  • ડિસે. 2022 સુધી મુખ્યમંત્રી તરીકે સંભાળશે પદભાર
  • ઘાટલોડિયા વિસ્તારના છે ધારાસભ્ય

Updates 15 :43

  • અત્યારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે
  • બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક કરી રહ્યા છે સંબોધન
  • થોડીવારમાં ભાજપ કરશે પ્રેસ કૉન્ફરન્સ
  • પ્રેસ કૉન્ફરન્સમાં થશે નામની જાહેરાત
  • રૂપાણી મૂકશે સીએમના નામનો પ્રસ્તાવ

Updates 15 :30

  • કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક શરૂ
  • ધારાસભ્યોની બેઠક મુખ્ય નેતાઓ બેઠકમાં ઉપસ્થિત
  • પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત
  • પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓ પણ હાજર
  • ધારાસભ્યોની બેઠકમાં થશે CMના નામ પર ચર્ચા
  • બેઠક બાદ થઈ શકે છે મુખ્યમંત્રીના નામની જાહેરાત

Updates 15 :20

  • કમલમ ખાતે કોર કમિટીની બેઠક પૂર્ણ
  • બેઠકમાં થઈ સીએમના નામ પર ચર્ચા
  • નિરોક્ષકો સાથે થઈ બેઠકમાં થઈ ચર્ચા
  • કોર કમિટીની બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક
  • ભાજપના ધારાસભ્યની દળની બેઠક ચાલુ
  • થોડીવારમાં મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત

Updates 15 :00

  • વિજયભાઈ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક ચાલુ
  • ભૂપેન્દ્ર યાદવે CR પાટિલ સાથે વન ટુ વન બેઠક કરી
  • ભુપેન્દ્ર યાદવે RC ફળદુ સાથે વન ટૂ વન બેઠક કરી

Updates 14 :30

  • પુરસોત્તમ સોલંકી પહોંચ્યા કમલમ
  • પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા કમલમ
  • રાકેશ શાહ અને પ્રદીપ પરમાર પણ પહોંચ્યા કમલમ

Updates 14 :16

  • કમલમમાં ભાજપની કોર કમિટીની બેઠક શરૂ
  • સી.આર.પાટીલ,વિજય રૂપાણી બેઠકમાં હાજર
  • બેઠકમાં નવા CMનાં નામ અંગે થશે ચર્ચા
  • કેન્દ્રીય નિરીક્ષકો,પ્રભારી બેઠકમાં હાજર

Updates 14 :00

  • નવા CM અંગે છેલ્લી ઘડી સુધીનું સસ્પેન્સ
  • કમલમમાં સર્જાઇ ભારે ઉત્તેજના
  • નિરીક્ષકો સહિતનાં આગેવાનો છે હાજર
  • ધારાસભ્યોની બેઠકને આડે એક કલાક બાકી
  • નવા CM અંગે પાંચ નામોની છે ચર્ચા
  • કોની થશે પસંદગી?…તેના પર સૌની મીટ
  • પાટીલ-નીતિન પટેલનું નામ આગળ
  • પ્રફુલ પટેલ,મનસુખ માંડવિયા,ફળદુનું નામ આગળ
  • છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ આપી શકે PM મોદી
  • સાંજે ચાર વાગ્યાની આસપાસ જાહેર થઇ શકે નવા CMનું નામ

Updates 13 :45

ભાજપના ગાંધીનગર કાર્યાલયમાં રાજકીય હલચલ ઉગ્ર બની છે. ધારાસભ્ય દળની બેઠક પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ કાર્યાલય પહોંચ્યા છે. સીએમ પદની રેસમાં જે નામોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેમાં માંડવિયાનો પણ સમાવેશ થાય છે.

Updates 13 :28

  • મુખ્યમંત્રીની પસંદગીને લઇને મોટા સમાચાર
  • કેબિનેટ મંત્રી આર.સી.ફળદુનું નામ પણ ચર્ચામાં ઉમેરાયું
  • ગુજરાત સરકારનાં કૃષિ મંત્રી છે ફળદુ
  • જામનગરથી ધારાસભ્ય છે ફળદુ
  • નવસેરથી ચૂંટણી ટાળવા ફળદુનું નામ ઉમેરાયું
  • નરેન્દ્ર મોદી ગુજરાતને આપી શકે છે સરપ્રાઇઝ
  • કોણ બનશે નવા મુખ્યમંત્રી?
  • ગાંધીનગરમાં ચાલી રહી છે મથામણ
  • પ્રફુલ પટેલ પણ મોડી રાત્રે પહોંચ્યા ગાંધીનગર
  • ગમે તે ઘડીએ થઇ શકે છે જાહેરાત

Updates 13 :20

  • વિજય રૂપાણી પહોંચ્યા કમલમ
  • રાજ્યસભા સાંસદ જુગલ ઠાકોર પહોંચ્યા કમલમ

Updates 13 : 12

  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા કમલમ ખાતે પહોંચ્યા
  • આર.સી.ફળદુ કમલમ ખાતે પહોંચ્યા
  • મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ કમલમ પહોંચ્યા
  • કૌશિક પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા

Updates 13 : 00

  • CR પાટીલ પહોંચ્યા કમલમ
  • ભારે ભીડ સાથે કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત

Updates 12 :43

  • નરેન્દ્ર તોમર અને પ્રહલાદ જોષી પહોંચ્યા કમલમ
  • નિરીક્ષકો ગાંધીનગર કમલમ પહોંચ્યા
  • બપોરે ત્રણ વાગે મળશે ધારાસભ્ય દળની બેઠક
  • વિજય રૂપાણી,નીતિન પટેલ પહોંચ્યા

Updates 12 :43

ગાંધીનગરના સર્કિટ હાઉસ બેઠકનો દૌર પૂર્ણ

CM નક્કી થાય તે પહેલા બેઠક મળી

બને નિરીક્ષકો સર્કિટ હાઉસ ખાતે કરી બેઠક

પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠવા રહ્યા હાજર

રમેશ ધડુક નિરીક્ષક સાથે બેઠકમાં રહ્યા હાજર

Updates 12 :28

  • સી.આર.પાટીલે નિવાસસ્થાને તમામ બેઠકો કરી પૂર્ણ
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ કમલમ જવા રવાના
  • કમલમ ખાતે બેઠકમાં આપશે મહત્વની હાજરી
  • સવારે નિરીક્ષક તોમર સાથે થઇ હતી મહત્વની બેઠક
  • મુખ્યમંત્રીનાં નામ મુદ્દે થઇ રહ્યું છે મહામંથન

Updates 12 :15

CMમાં કોઈ રેસ નથી, હું એક ધારાસભ્ય છું, નાયબ મુખ્યમંત્રી છું, હું 1990થી પાંચ વર્ષ છોડી બાકીના સતત દરમિયાન ધારાસભ્ય રહ્યો છું, બધા CM સાથે કામ કરવાની મને તક મળી છે, મારુ નામ ચાલે તે તમારું અનુમાન છે : નીતિન પટેલ

શું તમે મુખ્યમંત્રીની રેસમાં છો? તો નીતિન પટેલે જવાબ આપ્યો કે જો મીડિયા જાત-જાતના અનુમાનો કરે છે તેમનો અધિકાર છે. પરંતુ કોને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવી એ પક્ષ નક્કી કરશે. રહી વાત રેસની તો આ કોઇ રેસ નથી. તમે મીડિયાવાળા અત્યારે મુખ્યમંત્રી બનવા માટેની રેસના નામ ચલાવશો, ત્યારબાદ મંત્રીમંડળમાં કોને લેવામાં આવશે ત્યારબાદ મંત્રીઓને કયા વિભાગ સોંપવામાં આવશે તેની ચર્ચાઓ કરશો. બધા અનુમાનો લગાવાનો તમારો અધિકાર છે પરંતુ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ જ બધા નામ નક્કી કરશે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે કાર્ય કરવાનું અમને કહેશે તેનો અમે સ્વીકાર કરીશું. એટલા માટે જ ગુજરાત ભાજપના કાર્યકર્તાની એકતાની રાષ્ટ્રીયસ્તરે ચર્ચા થાય છે.

Updates 12 :12

  • નીતિનભાઇ પટેલનું નિવેદન
  • વિજયભાઇએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે
  • નવા મુખ્યમંત્રી માટે રાષ્ટ્રીય નેતાઓ આવ્યા છે
  • કેન્દ્રીય નેતા સિનિયર નેતાનાં લઇ રહ્યાં છે અભિપ્રાય
  • નવા મુખ્યમંત્રી માટે ભાજપમાં ચાલી રહ્યું છે મંથન
  • નિરીક્ષકોએ ભાજપનાં વરિષ્ઠ નેતાનાં મંતવ્ય લીધા

Updates 11 :40

  • રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન
  • વિજય રૂપાણીના રાજીનામા બાદ નિવેદન
  • પાટીદારોએ વિજયભાઈનો ભોગ નથી લીધો
  • કેન્દ્રની નેતાગીરીના ફેલિયરના લીધે ભોગ લેવાયો
  • હવે કોઈ પણ સમાજ માંથી મુખ્યમંત્રી બનેઃ કગથરા
  • પ્રજાનું સારું કરે એવા હોય એ જરૂરી છેઃ કગથરા

Updates 11 :25

ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે રવિવારે બપોરે 3 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીને પક્ષ દ્વારા નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

Updates 11 :17

યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે કમલમ ખાતે ધારાસભ્યોની બેઠક મળશે. તેમાં કેન્દ્રથી આવેલા નિરીક્ષકો નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોશી, તરુણ ચૂંક ઉપસ્થિત રહેશે. સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને તમામ ધારાસભ્યો બેઠકમાં હાજર અને ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર નિર્ણય લેવાશે. બપોરે 3 વાગ્યે નવા નામની જાહેરાત થશે. શક્ય છે કે તેઓ ક્યારે રાજ્યપાલ પાસે થશે, પણ શક્ય હશે તો આજે જ જશે.

a 145 ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ

Updates 10 :57

ભાજપના નેતાઓ ગાંધીનગરમાં ભાજપના મુખ્ય મથક પહોંચવા લાગ્યા

વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજ્ય ભાજપના નેતાઓ ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય પહોંચવાનું શરૂ કરી દીધું છે. બપોરે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે, જેમાં આગામી મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે.

Updates 10 :53 

  • મધ્યપ્રદેશના રાજ્યપાલ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
  • રાજ્યપાલ મંગુભાઈ પટેલ પહોંચ્યા એરપોર્ટ
  • મંગુભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ થી થયા રવાના
  • મંગુભાઈ પટેલ ગાંધીનગર જવા માટે રવાના થયા

Updates 10 :53 

  • કમલમમાં ભાજપનાં ધારાસભ્ય દળની મળશે બેઠક
  • ભારતીબેન શિયાળ,દેવુસિંહ ચૌહાણ પહોંચ્યા કમલમ
  • ધારાસભ્યો બપોરે બે વાગ્યા સુધી પહોંચશે કમલમ
  • બપોરે ભાજપની ધારાસભ્ય દળની મળશે બેઠક
  • બેઠકમાં નવા મુખ્યમંત્રીનાં નામ પર વાગશે મંજૂરીની મહોર
  • બેઠક બાદ નવા મુખ્યમંત્રીનાં નામની થશે સત્તાવાર જાહેરાત

a 143 ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ

Updates 10 :49 

સીએમ પદની રેસમાં કોણ છે આગળ

ભાજપના આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તેનો નિર્ણય માત્ર વિધાનસભા પક્ષની બેઠકમાં થશે, પરંતુ આ માટે રેસમાં ઘણા નામ જણાવવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રફુલ પટેલ, ગોરધન જાડફિયાના નામ સામેલ છે.

Updates 10 :41

ભાજપની આંતરિક બાબત: સંજય રાઉત

ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામા પર નિવેદન આપતા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે તે ભાજપની આંતરિક બાબત છે. તેમણે કહ્યું કે અમે ઉત્તરપ્રદેશમાં લગભગ 100 બેઠકો પર ચૂંટણી લડીશું, જે આગામી વર્ષે યોજાશે. ગોવામાં, અમે 20 થી વધુ બેઠકો લડીશું, અમે ગઠબંધન કરી શકીએ છીએ.

Updates 10 :20

નીતિન પટેલ થોડીવારમાં ગાંધીનગર જવા રવાના થશે, નીતિન પટેલ નીકળે તે પહેલાં તેમની કારનું ચેકીંગ કરવામાં આવશે.બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા કારનું ચેકીંગ કરાયું છે. નીતિન પટેલ નીકળે તે પહેલાની રોજિંદી કાર્યવાહી કરવામાં આવશે.

Updates 10 :10

શનિવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે. અગાઉ, ગુજરાત પહોંચેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નિરીક્ષક પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે ‘હું ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરીશ, પછી કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે.

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ઘરે ચાલી રહેલી બેઠક પૂરી થઈ છે. પરંતુ નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. તે જ સમયે, ભાજપના કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગુજરાત પહોંચેલા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, પાર્ટી અધ્યક્ષે મને અને અમારી પાર્ટીના મહામંત્રી તરુણ ચુગને મોકલ્યા છે. હવે અમે અહીં આવ્યા છીએ. હવે અમે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરીશું. ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.

આજે સવારથી અનેક દિગ્ગજ નેતાઓ સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે. જેમાં અત્યાર સુધી પ્રદીપસિંહ વાઘેલા, ભરત બોઘરા, ઉદય કાંગડ (OBC મોરચાના અધ્યક્ષ), સુધીર ગુપ્તા (સહપ્રભારી)  સી આર પાટીલના બંગલે પહોંચ્યા છે. તો બીજી તરફ, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, બી એલ સંતોષ અને રત્નાકર પણ પાટીલના ઘરે પહોંચ્યા છે.

ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર પણ ગુજરાત આવી ગયા છે. તેમણે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે કહ્યું કે, કોણ મુખ્યમંત્રી બનશે તે વિષય અમારી સામે છે. મને અહી મોકલ્યો છે. અમે અહી બધા નેતાઓ સાથે ચર્ચા કરીશું. આગળી મૂવ વિશે જલ્દી જ જણાવીશું. જ્યારે પણ નેતાના પસંદગીની વાત આવે છે ત્યારે બધા જ લેવલે ચર્ચા થાય છે.