UPI સેવા હવે વધુ એડવાન્સ બની રહી છે. શેરબજારમાં આઇપીઓમાં રોકાણ કરો ત્યારે બેન્ક ખાતામાં રકમ ફ્રીઝ થઈ જાય છે તે જ રીતે હવે તમે યુપીઆઇથી કોઈ પેમેન્ટ ડિલિવરી થાય પછી કરવાનું હશે તો એકાઉન્ટમાં તેટલી રકમને ફ્રીઝ કરી શકશો. આ સિવાય જ્યારે જરૂર હોય ત્યારે ચૂકવણી પણ કરી શકશો.
વર્તમાન પરિસ્થિતિમાં ગ્રાહકો યુપીઆઇ ઓટોપે સગવડ દ્વારા એસઆઇપી, ઓટીટી સબસ્ક્રીપ્શન્સ વગેરે માટે રિકરિંગ ચૂકવણી કરે છે. હવે રિઝર્વ બેન્ક પાસે આ સગવડને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ તરફ વિસ્તૃત કરવાનું વિઝન છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કહ્યું છે કે રિટેલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)માં ટૂંક સમયમાં જ નવી ફંક્શનાલિટી સિંગલ-બ્લોક-એન્ડ-મલ્ટીપલ-ડેબિટ્સ હશે. આ સુવિધા ત્યારે ચૂકવણીમાં મદદ કરશે, જ્યારે ગુડ્સ અને સર્વિસની ડિલિવરી પછીથી થશે, જેમ કે ઇ-કોમર્સ ખરીદી, હોટલ બુકિંગ અથવા સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનું હોય છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ ડેવલપમેન્ટ હોટલ બુકિંગ, ગૌણ મૂડી બજારમાં સિક્યોરિટીઝની ખરીદી તેમજ આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમનો ઉપયોગ કરીને સરકારી સિક્યોરિટીઝની ખરીદી, ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન વગેરે માટે મદદરૂપ થશે.
આરબીઆઈ અનુસાર, આ વધારાને લાગુ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને અલગથી સૂચના આપવામાં આવશે. નવું ફીચર વેપારીઓ અને ગ્રાહકો બંને માટે ‘વિન-વિન સિચ્યુએશન’ છે. વેપારીઓને સમયસર ચુકવણીની ખાતરી મળશે. જ્યારે ગ્રાહકો તેમના ખાતામાં રકમ બ્લોક કરીને ચૂકવણી કરી શકે છે, એટલે કે ચૂકવણી કરવાની પ્રતિબદ્ધતા છે, પરંતુ વાસ્તવિક ગુડ્સની ડિલિવરી કરવામાં આવશે ત્યારે વાસ્તવિક રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. હકીકતમાં, અમે ઘણા ગ્રાહકોને જોઈએ છીએ. જેઓ આગામી મહિનાઓમાં કેશ ઓન ડિલિવરી પસંદ કરશે, ચૂકવણી માટે યુપીઆઈના ઓર્ડરનો ઉપયોગ કરશે.
આ પણ વાંચોઃ
