રાજ્યમાં હવે પ્રચાર નો ધમધમાટ તેજ બન્યો છે અને જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ સાબરકાંઠા લોકસભા બેઠક પર બે ચુંટણી સભાઓ યોજી હતી. જેમાં મેઘરજ અને વડાલીમાં બે ચુંટણી સભાઓ યોજી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓને વિજય રુપાણીએ નિશાન પર લીધા હતા. એક તરફ કોંગ્રેસના મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ઓએસડી પર આટીના પડેલા દરોડા અને તેમાં ઝડપાયેલી રોકડ રકમને લઇને રુપાણીએ તે દરોડાની કામગીરી નરેન્દ્ર મોદીના પગલા તરીકે ગણાવ્યા હતા.

કોંગ્રેસ પર આકરા પ્રહારો
તો બીજીતરફ હાલમાં વીઆઇપી હેલીકોપ્ટર કૌભાંડમાં એપી અને આરપી જેવા નામો પણ સામે આવ્યા હોવાનુ પણ મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ કૌંભાંડમાં કોંગ્રેસના નેતાઓ પર તીર તાક્યુ હતુ. તો રુપાણીએ અન્ય વિરોધી પક્ષોના નામ લીઘા વિના કહ્યુ હતુ કે એક તરફ ત્રાસવાદીઓનો ખાતમો બોલાવનારા ભેગા થયા છે તો બીજી તરફ ત્રાસવાદીઓને પ્રોત્સાહન આપનારા અને બીરીયાની ખવડાનારા ભેગા થયા છે એમ કહી વિરોધી પક્ષો ને ચુંટણીમાં ત્રાસવાદી તરફી હોવાનુ બયા રુપાણીએ આપ્યુ હતુ.
