Junagadh News/ જૂનાગઢમાં શ્રીકાર વરસાદ, રૂ. 3.5 કરોડનો રેલ્વે અંડરબ્રિજમાં ભરાયા પાણી, ઘેડ પંથક જળબંબાકાર

ભારે વરસાદને કારણે આ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે તેનો મૂળ હેતુ જ નિષ્ફળ થયો હોય તેવું લાગે છે.

Top Stories Gujarat Breaking News

Junagadh News:જૂનાગઢ (Junagadh)ના માળીયા હાટી પંથકમાં શ્રીકાર વરસાદે (Rin) હાહાકાર મચાવ્યો છે. માળિયા હાટીના પંથકમાં રૂ. 3.5 કરોડના ખર્ચે બનેલો રેલ્વે અંડરબ્રિજ (railway underbridge) ભારે વરસાદને કારણે પાણીથી ખદબદી ગયો છે, જેનો એક વાયરલ થયો છે. આ વિડીયોમાં બાળકો અંડરબ્રિજ પર ચડીને ધૂબાકા મારતા જોવા મળે છે, જેના કારણે આ બ્રિજ ‘સ્વિમિંગ પૂલ’ તરીકે ઓળખાઈ રહ્યો છે. બીજી તરફ, જિલ્લાના ઘેડ પંથકમાં પણ વરસાદનો કહેર યથાવત્ છે, જ્યાં નદીની સુરક્ષા દિવાલ તૂટવાથી અનેક ગામો જળબંબાકાર થયા છે.

માળિયા હાટીના પંથકમાં લોકોને ફાટકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રૂ. 3.5 કરોડના ખર્ચે રેલ્વે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, ભારે વરસાદને કારણે આ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે તેનો મૂળ હેતુ જ નિષ્ફળ થયો હોય તેવું લાગે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અંડરબ્રિજમાં પાણી નીકળવાની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

[fvplayer id=”42″]

વાયરલ થયેલા વિડીયોમાં બાળકો અંડરબ્રિજના પાણીમાં ન્હાતા અને ધૂબાકા મારતા જોવા મળે છે, લોકોને ફાટકમાંથી મુક્તિ મળે તે માટે આ  અંડરબ્રિજ બનાવાયો  છે. પરંતુ ભારે વરસાદને લઈ આ અંડરબ્રિજ બ્રિજમાં પાણી ભરાયા છે.

જૂનાગઢ જિલ્લાનો ઘેડ પંથક પણ શ્રીકાર વરસાદના કારણે પાણી-પાણી થઈ ગયો છે. કેશોદ અને માંગરોળના અનેક ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી જતાં ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. બામણાસા ગામે નદીની સુરક્ષા દિવાલ તૂટી જવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ વિસ્તારમાં દર વર્ષે પૂરની સમસ્યા સર્જાય છે, અને આ વર્ષે પણ ઘેડ પંથક જળબંબાકાર થયો છે.

આકાશી દૃશ્યોમાં ચારેકોર ફેલાયેલું પાણી દેખાઈ રહ્યું છે, જેમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મગફળી, સોયાબીન જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેશોદ અને માંગરોળના અનેક ગામો સંપર્કવિહોણા થયા છે, અને વરસાદી વિરામ બાદ પણ પાણી ખેંચાયું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં વરસાદે લીધું રૌદ્ર સ્વરૂપ, અનેક તાલુકા બન્યા જળબંબાકાર

આ પણ વાંચો:જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ

આ પણ વાંચો:જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો