Ahmedabad News/ અમદાવાદમાં PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાત પોલીસની મોટી સફળતા

“ઓપરેશન સિંદૂર” અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) ના અમદાવાદ (Ahmedabad) પ્રવાસ પહેલાં ગુજરાત પોલીસ (Gujarat police) ને એક મોટી સફળતા મળી છે. કોલકાતાથી રોડ માર્ગે ગુજરાત આવેલા છ શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી ત્રણની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. આ શંકાસ્પદ વ્યક્તિઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને ગાઝામાં યુદ્ધ દરમિયાન થયેલી તબાહીના નામે દાન ઉઘરાવી રહ્યા હતા. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ પ્રવૃત્તિ માત્ર દેખાડા પૂરતી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આધારભૂત સૂત્રો અનુસાર, આ સિરિયન નાગરિકો લગભગ એક મહિના પહેલાં ભારત આવ્યા હતા.તેઓ ગાઝાની મદદના નામે દાન એકઠું કરી રહ્યા હતા, પરંતુ તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હોવાની માહિતી પોલીસને મળી હતી. “ઓપરેશન સિંદૂર” અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. આ દરમિયાન, પોલીસને અમુક લોકો પર શંકા ગઈ, જેઓ સૈનિક જેવા શારીરિક બાંધા ધરાવતા હતા અને અરબી ભાષામાં વાતચીત કરતા હતા.

આ શંકાના આધારે, ડીસીપી અજીત રાજીયાણ અને એસીપી ભરત પટેલની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચે સતત ત્રણ દિવસ સુધી આ શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી. તેમની હિલચાલનું નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે, તેમણે ગાઝાની મદદના નામે એકઠા કરેલા રૂપિયા પૈકી 3400 ડોલર  સીજી રોડના એક ફોરેન એક્સચેન્જ મારફતે દુબઈ ટ્રાન્સફર કર્યા હતા. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને છમાંથી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી, જ્યારે બાકીના ત્રણ ફરાર થઈ ગયા છે.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ છેય શંકાસ્પદ વ્યક્તિઓ સિરિયાથી અલગ-અલગ ફ્લાઇટ્સ દ્વારા પહેલાં લેબનાન આવ્યા હતા. ત્યાંથી તેઓ અલગ-અલગ ફ્લાઇટ્સ દ્વારા કોલકાતા સહિત ભારતના વિવિધ રાજ્યોમાં ઉતર્યા અને પછી રોડ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં આવીને તેઓ થ્રી-સ્ટાર કક્ષાની મોંઘી હોટલોમાં રોકાયા હતા, જે પોલીસને શંકાસ્પદ લાગ્યું. એક શંકાસ્પદ વ્યક્તિના શરીર પર ગોળીનું નિશાન મળી આવ્યું, જે તેની છાતી અને ખભા વચ્ચે હતું. આ ઉપરાંત, તેમની બોડી લેંગ્વેજ અને સૈનિક જેવો શારીરિક બાંધો પણ પોલીસને શંકાસ્પદ લાગ્યો.

આ શંકાસ્પદ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ અને તેમની સફરની પદ્ધતિએ હયાત તહરીર અલ-શમ (HTS) નામના આતંકવાદી સંગઠન સાથેના સંભવિત જોડાણની આશંકા ઊભી કરી છે. HTSને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે, અને તે સિરિયામાં આર્મ્ડ ફોર્સ તરીકે ઓળખાય છે. ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિઓની સફર, શારીરિક નિશાનો અને તેમની પ્રવૃત્તિઓ આ શંકાને વધુ મજબૂત બનાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની તપાસ સંભાળી, બેની ધરપકડ

આ પણ વાંચો:નયનના પેટમાં છરો નહીં, ફિઝિક્સનું સાધન મરાયું હતું, પ્રત્યક્ષદર્શીનો દાવો

આ પણ વાંચો:ગાંધીનગર : પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે રજૂઆત