રાજીનામું/ મેઘાલયના ગૃહમંત્રી લહકમન રિમ્બુઇએ આપ્યું રાજીનામું

13  ઓગસ્ટના દિવસે પૂર્વ વિદ્રોહી નેતા ચેરિસ્ટારફિલ્ડ થંગખ્યુના ઘરે પોલીસે દરોડા પાડ્રયા હતા તે દરમિયાન તેનું મોત નિપજયું હતું ,જેના લીધે શિલોંગના કેટલાક વિસ્તારમાં હિંસાના બનાવો બન્ય હતા

Top Stories

મેઘાલયના ગૃહમંત્રી લહકમન રિમ્બુઇએ પૂર્વ ઉગ્રવાદી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો ,જેના લીધે શિલોંગમાં ભારે હિંસા થઇ હતી તેના લીધે રાજીનામું આપી દીધું છે.તેમણે કહ્યું કે મેં પાર્ટીના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓ સાથે એક બેઠક કરી હતી,આમાં 13 ઓગસ્ટની ઘટનાની તમામ બાબતો બતાવી હતી ,મને ગૃહ વિભાગમાંથી  સત્વરે મુક્ત કરવામાં આવે તેવો એક પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. મારો પ્રસ્તાવ છે કે આ ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવે અને દુર્ભાગ્ય ઘટનાનું સત્ય બહાર આવે.

13  ઓગસ્ટના દિવસે પૂર્વ વિદ્રોહી નેતા ચેરિસ્ટારફિલ્ડ થંગખ્યુના ઘરે પોલીસે દરોડા પાડ્રયા હતા તે દરમિયાન તેનું મોત નિપજયું હતું ,જેના લીધે શિલોંગના કેટલાક વિસ્તારમાં હિંસાના બનાવો બન્ય હતા ,રવિવારે જાઆવ વિસ્તારમાં અજ્ઞાત લોકોએ પોલીસ ચોકીના એક પોલીસ વાહનને આગ લગાવી દીધા હતી,થંગખ્્યુના પરિવારે તેમની મોતને હત્યા ગણાવી છે અને પોલીસને દોષી ગણે છે.

રવિવારે સેંકડો લોકો કાળા ઝંડા સાથે તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. આ પહેલા શનિવારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પૂર્વ બળવાખોર જૂથના નેતાના મૃત્યુની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપશે. કેસમાં પોલીસ દલીલ કરે છે કે થંગખુએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસકર્મીઓ પર છરી વડે હુમલો પણ કર્યો હતો.જવાબી કાર્યવાહીમાં તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. લતુમખારામાં વિસ્ફોટમાં તે સંડોવાયેલા હોવાના પુરાવાના આધારે ગુરુવારે રાત્રે તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ બળવાખોર નેતાએ ઓક્ટોબર 2018 માં શરણાગતિ સ્વીકારી હતી.