ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. હાલ જે પ્રમાણે પરિસ્થિતી નિર્માણ પામી છે તે નિયત્રણ થતાં લાંબો સમય લાગશે. કોરોનાની સામે સલામતીના પગલા માટે સતત સાવચેતી રાખવી પડશે.
કોરોનાથી પોતાને અને પરીવારને સુરશ્રીત કેવી રીતે રાખવા તે વીશે વાત કરતા ડોક્ટર એચ.એન જાની કહે છે, કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોનું લીસ્ટ ડોશો તો તમને ખ્યાલ આવી જશે કે એવા ઘણા લોકો છે જેમાં એક જ પરીવારના બે વ્યક્તિ હોય અને અન્યને કોરોનટાઇન કરવા પડ્યા હોય. ઘરમાં એક વ્યક્તિને કોરોનાની અસર થાય છે તો તેની સાથે પુરો પરીવાર વાયરસનો ભોગ બને છે. એટલુ જ નહીં એ વ્યક્તિ જેના પણ સંપર્કમાં આવે તે દરેક લોકો વાયરસના ભરડામાં આવી જાય છે. આ વાત સમજાવવા પાછળનું તાત્પર્ય એટલુ જ છે કે સ્વયંમ સોશીયલ ડિસ્ટન્સને અનુસરો જેના કારણે તમારો તો વાયરસથી બચાવ થશે જ અને તમારી સાથે જોડાયેલી તમામ વ્યક્તિ તેના પ્રકોપથી બચી જશે.
કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓ હોસ્પિટલમાં છે તેમના પરિવાર કોરોનટાઇન થયેલા હોય છે.પરતું તેમને ખોરાક લઇને જાગૃતિ બનવાની જરૃર છે. જેમકે રોજ હર્બલ ટી જે સહેલાઇથી ઘરે બની શકે તે પીવો. તજ, મરી, સુંઠ, તુલસી, ફુદીના મીક્સ કરી ઉકાળો બનાવી તેમાં ગોળ અને થોડો લીંબુંનો રસ મેળવી પીવાથી ફાયદો થાય છે.
નાસ્તામાં ઉપમા,વઘારેલા ચણા,હળદરવાળું દૂધ લઇ શકાય,ગાયના દૂધમાં પણ હળદર મીક્સ કરી પી શકાય.બપોરના ભોજનમાં રોટલી,મગની દાળ-ભાત, દૂધી, પરવર, રીંગણ, ગલકા, કારેલાં, સુરણ જેવા શાકભાજી ખાઇ શકાય. ફુદીના,લસણ, આદુની ચટણી પણ લઇ શકાય જેમાં લીંબુ પણ ઉમેરી શકો છો. સરગવા, દૂધી, મગનો સૂપ, ગાયનાં ઘીમાં મરી જીરૃ નો વઘાર કરીને પીવાથી સ્ફુર્તિ આવે છે. રાત્રિના ભોજનમાં ખીચડી કઢી, ભાખરી લેવાથી સારૃ રહે છે, પરતું ધ્યાન રાખો રાત્રિનું ભોજન વહેલા જમી લેવું.આ પ્રમાણેનો સીડ્યુલ માત્ર દર્દી જ નહીં પરતું તેના પરિવાર અને તમામ વ્યક્તિ લઇ શકે છે. રોજિંદા જીવનમાં સાદું અને સાત્વિક ભોજન દરેક બિમારીથી દૂર રાખે છે.
