પ્રવેશ પ્રક્રિયા/ રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

ગુજરાતમાં આજથી RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. RTE પ્રવેશની છેલ્લા ઘણા સમયથી રાહ જોઇ રહેલા વાલીઓ માટે આ ઘણા સમય બાદ સારા સમાચાર છે.

Top Stories Gujarat Others
2 264 રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
  • ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ
  • 10 હજાર શાળામાં 1 લાખ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ
  • 5 જુલાઇ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે
  • 6 જુલાઇથી ફોર્મ ચકાસણીપ્રક્રિયા થશે
  • 15 જુલાઇએ પ્રવેશની પ્રથમ યાદી થશે જાહેર
  • શાળામાં 25 ટકા આરટીઇ હેઠળ પ્રવેશ ફરજીયાત

ગુજરાતમાં આજથી RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. RTE પ્રવેશની છેલ્લા ઘણા સમયથી રાહ જોઇ રહેલા વાલીઓ માટે આ ઘણા સમય બાદ સારા સમાચાર છે. મળી રહેલી માહિતી અનુસાર, 10 હજાર શાળાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

2 267 રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

ફરી સંકટની આશંકા / તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

રાજ્યમાં કોરોનાનાં કેસ વચ્ચે શાળાઓ છેલ્લા ઘણા સમયથી બંધ છે. જો કે ઓનલાઇન અભ્યાસ ચાલુ છે. દરમ્યાન હવે જે વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ શાળામાં પ્રવેશ મળે તેની ઇચ્છા રાખે છે તેમના માટે આ સમાચાર ખાસ છે. જણાવી દઇએ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  આજથી આ પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. 10 હજાર શાળાઓમાંં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. શાળામાં RTE હેઠળ 5 જુલાઈ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે. જેના બીજા દિવસે એટલે કે 6 જુલાઈથી ફોર્મ ચકાસણી પ્રક્રિયા થશે. આપને જણાવી દઇએ કે, 15 જુલાઈએ પ્રવેશની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. આરટીઈ એકટ પ્રમાણે દરેક સમાજનાં બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મળે છે. શાળામાં 25 ટકા RTE હેઠળ પ્રવેશ ફરજીયાત છે.

2 265 રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

નિયમનો ભંગ / રોબર્ડ વાડ્રાની કારને દિલ્હી પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે,  આરટીઈ એકટ પ્રમાણે દરેક ખાનગી શાળામાં 25% મફત પ્રવેશ મળે છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધી વિનામુલ્યે કોઈપણ પ્રકારનાં ખર્ચ વિના શાળામાં મફત પ્રવેશ મળે છે, આરટીઈ એકટ પ્રમાણે 10 પસંદગીની શાળાઓમાં તમારા ઘરેથી 6 કિ.મી.નાં એરીયામાં મફત પ્રવેશ મળે છે. આરટીઈ એકટનાં નિયમ પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં સીબીએસઈમાં પાંચ વર્ષ પુરા થયેથી પ્રવેશ મળે છે. જણાવી દઇએ કે, મોટાભાગે માર્ચ મહિનાની આસપાસ આરટીઈની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનાં કારણે આરટીઈ પ્રવેશમાં ભારે વિલંબ થાય છે. ગત વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં પ્રવેશ શરૂ થયા હતા, જેમાં રાજ્યમાં અંદાજે 78 હજાર જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યાં હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

majboor str 24 રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ