અમદાવાદ/ ઇન્કમટેક્સ વિભાગના દરોડા, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન પર સકંજો

બોડકદેવ સ્થિત ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. શ્રી મારુતિ નંદન ગ્રુપના 9 ડાયરેક્ટરોના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

Ahmedabad Gujarat Trending
YouTube Thumbnail 2023 11 07T123900.125 ઇન્કમટેક્સ વિભાગના દરોડા, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન પર સકંજો
  • અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા
  • AMC સ્કૂલ બોર્ડના ચેરમેનને ત્યાં દરોડા
  • સ્કૂલ બોર્ડ ચેરમેન સુજય મહેતાના ઘેર દરોડા
  • શુક્રા ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર છે સુજય મહેતા

Ahmedabad  News: ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવી દીધો છે, જેમાં AMC સ્કૂલ બોર્ડના ચેરમેનને ત્યાં દરોડા પડ્યા છે. તેમાં સ્કૂલ બોર્ડ ચેરમેન સુજય મહેતાના ઘરે પણ દરોડા પડ્યા છે. શુક્રા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુજય મહેતા ડિરેક્ટર છે. તથા સુજય મહેતાની પત્ની પણ કંપનીમાં ડિરેક્ટર પદે છે. એકાએક દરોડાની કાર્યવાહીને પગલે ગુજરાતમાં સોંપો પડી ગયો છે.

બોડકદેવ સ્થિત ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. શ્રી મારુતિ નંદન ગ્રુપના 9 ડાયરેક્ટરોના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. ગઈકાલ સવારથી હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત મુંબઈ દરોડામાં અમદાવાદ કનેક્શન પણ સામે આવ્યું હતું. અગાઉ અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ પર ઈન્કમટેક્સના દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદના જાણીતા અબિરાત ગ્રુપ સહિત 4 ગ્રુપ સામે આઈટી વિભાગે કાર્યવાહી કરી હતી. બિલ્ડર જૂથ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના દલાલો પણ આવકવેરા વિભાગના રડાર પર હતા.

 ઉલ્લેખનીય છે કે, મુંબઇની રેડમાં અમદાવાદ કનેક્શન સામે આવ્યું હતું. અગાઉ અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા હતા. એકાએક તવાઈને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘણા બિલ્ડરો નામ ન ખૂલે એ બીકે ભૂગર્ભમાં જતા રહ્યાં છે. અમદાવાદમાં અડધા વ્હાઈટ અને અડધા કાળાં નાણાં લેવાનો ખેલ શરૂ કરાયો છે. જેને પગલે આગળ પણ કાર્યવાહી થાય તો નવાઈ નહીં.

અમદાવાદમાં સાયન્સ સિટી રોડ સહિત વિવિધ પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ IT વિભાગની ટીમો પહોંચી હતી. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં પણ તપાસ ચાલી હતી. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલી હતી. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો.


whatsapp ad White Font big size 2 4 ઇન્કમટેક્સ વિભાગના દરોડા, AMC સ્કૂલ બોર્ડના ચેરમેન પર સકંજો


આ પણ વાંચો:દિવાળીની સાફ-સફાઈ દરમિયાન ઘરમાંથી નીકળતી આ વસ્તુઓ સુરત મહાનગરપાલિકા સ્વીકારશે

આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:હાર્ટ એટેક અંગે મોરારી બાપુએ કહ્યું, તાળીઓ પાડવાથી નસ નહી થાય બંધ!