સુરેન્દ્રનગર/ ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે

15 દૂકાનને આગે પોતાના લપેટામાં લેતા વેપારીઓનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે આગને કાબુમાં લેવા માટે 20થી વધુ આર્મીના જવાનો પણ કામે લાગ્યા હતા.

Gujarat Others Trending
YouTube Thumbnail 2023 11 07T115035.344 ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે
  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં આગ
  • રાજકમલ ચોકમાં દુકાનોમાં લાગેલ આગ બેકાબુ
  • આર્મીના 20 જવાનોની ટીમ પણ હાલ ઘટના સ્થળે
  • ધ્રાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગરની આર્મીની ટીમ ઘટના સ્થળે

Surendranagar News:સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલા રાજકમલ ચોક ખાતે અંદાજે 15 જેટલી દૂકામાં આગ ભભૂકી ઉઠી હતી. એક સાથે આટલી બધી દૂકાનમાં આગ લાગવાના કારણે, અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. મળતી માહિતી અનુસાર સૌ પ્રથમ ફટાકડાની દૂકાનમાં આગ લાગી હતી.અને આ આગે ધીરે ધીરે આસપાસની દૂકાનોને પણ પોતાના લપેટામાં લઈ લીધી હતી.

Untitled 4 ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે

જો કે, ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવામાં આવ્યા હતા. 15 દૂકાનને આગે પોતાના લપેટામાં લેતા વેપારીઓનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે આગને કાબુમાં લેવા માટે 20થી વધુ આર્મીના જવાનો પણ કામે લાગ્યા હતા.આ ઘટનાની જાણ પોલીસ, મામલતદાર વગેરેને થતા તેવો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Untitled 5 ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે

આ સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા છે. તો આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. સાથે જ આર્મીના જવાનો પણ રાજકમલ ચોક ખાતે દોડી આવ્યા છે. હાલ ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

Untitled 5 1 ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે. આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી. પરંતુ દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.


whatsapp ad White Font big size 2 4 ધ્રાંગધ્રામાં 15 દુકાનોમાં ભીષણ આગ, આર્મીના જવાનો પણ પહોંચ્યા ઘટનાસ્થળે


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો