Bharuch News/ ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીને લઇ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન

જિલ્લાની સંકલન ની સમિતિમાં ચર્ચા કરીને મેન્ડેડ આપવા જોઈએ

Gujarat Others

Bharuch News : ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીને લઇ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીની ભૂલના કારણેપાર્ટીના જ લોકો અંદરો અંદર લડવાના છે, એમ વસાવાએ કહ્યું હતું. પાર્ટીએ ઝોન પ્રમાણે મેન્ડેડ આપ્યા છે. અપક્ષ ઉમેદવારો લડી રહ્યા છે તે પણ પાર્ટીના જ ઉમેદવારો છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

મેન્ડેડ પ્રક્રિયામાં પાર્ટીએ ધ્યાન ના આપવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતીય જનતા પાર્ટી શિષ્ટબંધ પાર્ટી છે અને પારદર્શક વહીવટમાં માને છે, એમ વસાવાએ વધુમાં કહ્યું હતું. જિલ્લાની સંકલન ની સમિતિમાં ચર્ચા કરીને મેન્ડેડ આપવા જોઈએ…

પાર્ટીના જ લોકો અંદરો અંદર લડવાના છે અને આવનાર સમયમાં પાર્ટીને જ નુકસાન ભોગવવું પડશે, એમ તેમણે કહ્યું હતું. મનસુખ વસાવાએ કહ્યું હતું કે મારી તો કફોડી સ્થિતિ થવાની છે.  તેમણે જિલ્લાના હિતમાં સારા પશુપાલકો જીતીને જાય તે આશા વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝને અમદાવાદ ગાયત્રી સ્કૂલે આપી ધમકી

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝના પર્દાફાશના કારણે આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો ફરાર