Ahmedabad News/ અમદાવાદમાં મોડી રાત્રે બે જગ્યાએ લાગી આગ, મોટી જાનહાનિ ટળી

અંદાઝ પાર્ટી પ્લોટની બધી સજાવટની સામગ્રી, જેમાં મંડપની વસ્તુઓ, લાકડા, ખુરશીઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે પાર્ટી પ્લોટમાં કોઈ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ગઈકાલ મોડી રાત્રે અંદાજ પાર્ટી પ્લોટમાં સુશોભન સામગ્રીમાં ભીષણ આગ (Fire broke out) લાગી હતી. ફાયર બ્રિગેડે બે કલાક પાણીનો મારો કરીને આગ (Fire) પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, અંદાજ પાર્ટી પ્લોટ શહેરના એસજી હાઇવે પર એસપી ઓફિસની સામે આવેલો છે. આગ એટલી ભયંકર હતી કે એસજી હાઇવે અને સરખેજ રોડ સુધી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

અંદાઝ પાર્ટી પ્લોટની બધી સજાવટની સામગ્રી, જેમાં મંડપની વસ્તુઓ, લાકડા, ખુરશીઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે પાર્ટી પ્લોટમાં કોઈ જાનહાનિ થઈ નહતી. આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવા માટે બે કલાક સુધી દોઢ થી બે હજાર લિટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. પાર્ટી પ્લોટ મોટો હોવાથી અને હજારો લોકો મુલાકાત લે છે, આવી ઘટનાઓ ટાળવા માટે ત્યાં પૂરતી અગ્નિશામક સુવિધાઓ હોવી મહત્વપૂર્ણ છે. શહેરમાં ગઈકાલે બીજી એક આગની ઘટના બનવા પામી હતી.

કાલુપુર (Kalupur) વિસ્તારમાં ફ્રુટ માર્કેટમાં ચાર દુકાનોમાં રાત્રે 11:15 વાગ્યે અચાનક આગ લાગી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી અને પાંચ કુવા અને જમાલપુર ફાયર સ્ટેશનના ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની કુલ 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. આગ રાત્રે લાગી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના ઈન્દીરાબ્રીજ પાસ આવેલા ફલેટમાં લાગી આગ, બે બાળકો ફસાયા

આ પણ વાંચો:અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે શરણમ-5 બિલ્ડિંગમાં આગ

આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તોડાયા