Gandhinagar News/ ગાંધીનગરના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તોડાયા

સરગાસણમાં આવેલા એમ.કે.સી ટાવરમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની છે

Gujarat Gandhinagar

Gandhinagar News : રાજ્યમાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે અને બીજી તરફ આવી ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગ લાગવાની ઘટના બની છે. શહેરના સરગાસણ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સરગાસણમાં આવેલા એમ.કે.સી ટાવરમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની છે.

એમ.કે.સી ટાવરમાં બીજા માળે આગ લાગવાની ઘટનાથી આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ અને આગને કાબૂમાં લેવા બિલ્ડિંગના કાચ તોડવામાં આવ્યા છે અને સરગાસણ વિસ્તારમાં વીજ પુરવઠો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય. ત્યારે આગની ઘટનાની જાણકારી તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર બ્રિગેડે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે હજુ સુધી આગ કયા કારણોસર લાગી છે, તે જાણી શકાયું નથી.

તમને જણાવી દઈએ કે છેલ્લા 3 વર્ષમાં અમદાવાદમાં 6,556 આગના બનાવો બન્યા છે, જેમાં 60 ટકા એટલે કે 3,933 આગના બનાવો શોર્ટ સર્કિટના કારણે થયા છે. આ બનાવોમાં મોટાભાગના બનાવો માર્ચથી જૂન મહિનામાં જ બનેલા છે. છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચથી જૂન સુધીમાં કુલ 2,622 કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. ફાયરબ્રિગેડને ત્રણ વર્ષમાં આગના 6,556 કોલ મળ્યા હતા, જેમાં ફસાયેલા 12,369 લોકોનું રેસ્ક્યૂ કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. કોમર્શિયલ તથા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગમાંથી ફાયર બ્રિગેડે 7,421 લોકોને બચાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં બરફના ગોળાનાં સેમ્પલ ફેલ, સીરપ અને ક્રીમનો 35 કિલો જથ્થો નષ્ટ કરાયો

આ પણ વાંચો:સુરતમાં સાવકા પિતાએ નજર બગાડી, પુત્રી પર બળાત્કાર ગુજારતા નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરાયાની ઉઠી ફરિયાદો! કોર્પોરેટરે તપાસનાં આદેશ આપ્યાં