વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કાર્ય બાદ તેમને તેમને કાર્યક્રમની શરૂઆત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી ને કરી હતી. ત્યાર બાદ તેઓ અભિનેતા સ્વ. નરેશ કનોડિયાના ઘરે ગયા હતા. ત્યાંથી તેમને કેવડીયા ખાતે પ્રયાણ કર્યું હતું.
કેવડિયા ખાતે વિવિધ પ્રવાસન સ્થળોના લોકાર્પણ કર્યું હતું. જેમાં આરોગ્યવન, એક્તા મોલ, ચિલ્ડ્રન ન્યુટિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, એક્તા નર્સરી ખલવાણી ઇકો ટુરિઝમ, આરોગ્ય વન, જેટ્ટીસ એક્તા ક્રૂઝ, ગરૂડેશ્વર વિયર, નવો ગોરા બ્રિજ, હોમ સ્ટે પ્રોજેક્ટ, આદર્શ ગામ સહિતના વિવિધ આકર્ષણ કેન્દ્રોનું તબક્કાવાર લોકાર્પણ કર્યું, અને પ્રવાસન સ્થળોને પ્રધાનમંત્રી રસપૂર્વક નિહાળ્યા હતા. પ્રધાનમંત્રી સાથે સીએમ રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાથે રહ્યાં હતા.
Aarogya Van, inaugurated by PM @narendramodi focuses on India’s rich floral traditions, diverse plants as well as traditional methods of wellness and good health. pic.twitter.com/73K3gALDoO
— PMO India (@PMOIndia) October 30, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે બીજા ચરણમાં જંગલ સફારી, જેટ્ટી અને બોટિંગ (એક્તા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ તેમજ સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું.
એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું. આ વેબ સાઈટ વિશ્વ ની બહુવિધ ૬ ભાષા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિગતો પૂરી પાડશે.
પ્રધાનમંત્રી એ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતા અખંડિતતાનો વિશ્વ સંદેશ આપવા સાથે હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ સ્થળ તરીકે ઉભરી આવે તે માટે રાજ્ય સરકારને પ્રેરણા આપી હતી.
વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયેલ બીજા ચરણના પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ માં આ બાબતો નો સમાવેશ થાય છે.
#WATCH | Gujarat: PM Narendra Modi rides in 'Nutri Train' at Children Nutrition Park in Kevadia.
CM Vijay Rupani and Governor Acharya Devvrat also present. pic.twitter.com/rXVWZuneUz
— ANI (@ANI) October 30, 2020
જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)
:- વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે.
જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
Gujarat: Prime Minister Narendra Modi takes a tour of 'Arogya Van' in Kevadia after inaugurating it.
The park has hundreds of medicinal plants and herbs and also provides information about their usage and importance.
CM Vijay Rupani and Governor Acharya Devvrat also present. pic.twitter.com/ZRODmTocLn
— ANI (@ANI) October 30, 2020
જેટ્ટીસ અને એકતા ક્રૂઝ :-
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ – એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવ્યો છે.
એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ૬ કિ.મી. સુધી અને ૪૦ મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે.
એકતા ક્રૂઝની લંબાઈ ર૬ મીટર અને પહોળાઈ ૯ મીટર છે અને ર૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.
યુનિટી ગ્લો ગાર્ડન :- પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન અહિં આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે.
આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. ૩.૬૧ એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે.
કેકટ્સ ગાર્ડન :- સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.
અહિ પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
પ્રધાનમંત્રી એ આ લોકાર્પણ ઉપરાંત કેટલાક પ્રોજકટ ના ખાતમુહૂર્ત ની તકિતઓના અનાવરણ પણ કર્યા હતા
જેમાં નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ વગેરે નો સમાવેશ થાય છે
વડાપ્રધાન કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કરી 31 ઓકટોબર ના સરદાર પટેલ જન્મ જયંતિ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પુષ્પાંજલિ કરશે તેમજ રાષ્ટ્રીય એકતા પરેડ નું નિરીક્ષણ પણ કરવાના છે. તેઓ કેવડીયા થી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધીની સિપ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે.
