Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં LIC એજન્ટ (Agent) સામે છેતરપિંડી (Fraud)ની ફરિયાદ નોંધાઈ છે. જુદી જુદી સ્કિમમાં રોકાણ (Investment) કરવા એજન્ટે કમલ કોર્પોરેશન (Kamal Corporation)નાં નામે રોકાણ કરાવી રૂપિયા 36.21 લાખ ચાંઉ કરતા આરોપી સામે ગુનો (FIR) નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં LIC એજન્ટે અલગ અલગ સ્કિમમાં રોકાણ કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી (Cheating) કરી હોવાનું સામે આવ્યું છે. કમલ કોર્પોરેશનના નામે રોકાણ કરાવી રૂપિયા 36. 21 લાખ ચાઉં કર્યા હતા. ફરિયાદી અને તેના પરિચિત પાસેથી એજન્ટે 36 લાખથી વધુ રકમ પડાવતાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનારે ફરિયાદમાં રૂપિયાની સામે લખાણ અને મકાન પણ લખી આપ્યું હતું હોવાનું જણાવ્યું છે તેમ જાણવા મળેલ છે. પૈસા પરત ન આપતા આરોપી પ્રકાશ રાવ સામે આર્થિક ગુના નિવારણ શાખાએ (Economic Crime Prevention Branch) વિધિવત ફરિયાદ નોંધાવી છે.
તાજેતરમાં સુરત (Surat)ના અડાજણ (Adajan)માં ધંધામાં રોકાણનાં બહાને વેપારી સાથે રૂપિયા 63 લાખની છેતરપિંડી કરવામાં આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)માં ફરિયાદ નોંધાવી હતી. વેપારીને વેપારીને B2Cમાં દર મહિને 26 ટકા પ્રોફિટની લાલચ આપી હતી.

અડાજણના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ધંધામાં રોકાણના બહાને રૂપિયા 63 લાખની ઠગાઈ કરવામાં આવી છે. વેપારીને એમેઝોન, ફ્લિપકાર્ટ પર ઓનલાઈન વેચાણ માટે આકર્ષક ઓફર (Offer) આપવામાં આવી હતી. ઉધનામાં રહેતા માતા-પુત્રની જોડીએ વેપારીને આકર્ષક એવી લાખો રૂપિયાની લાલચ આપી પૈસાદાર બનવાના સપનાં બતાવી ફસાવ્યો હતો.

વેપારીને B2Cમાં દર મહિને 26 ટકા પ્રોફિટ (Profit)ની લાલચ આપી હતી. લાલચમાં આવી વર્ષ 2022માં વેપારીએ રોકાણ માટે માતા-પુત્રને પૈસા આપ્યા હતા. કરાર કર્યા બાદ એકપણ વખત પ્રોફિટમાં હિસ્સો આપ્યો ન હતો તેમ વેપારીને જણાતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા વેપારીએ સુરત ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીએ અંકિત રાધાકૃષ્ણ તિવારી અને મનોરમા તિવારી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો:સુરતમાં ધંધામાં રોકાણનાં બહાને વેપારી સાથે થઈ લાખોની છેતરપિંડી, નફો ન મળતાં નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો:શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, 2 આરોપી ઝડપાયા
આ પણ વાંચો:સુરતમાં શેરમાર્કેટમાં રોકાણ કરાવી નફો આપવાની લાલચે 15 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા
