Surat News: સુરતના અડાજણમાં ધંધામાં રોકાણનાં બહાને વેપારી સાથે રૂપિયા 63 લાખની છેતરપિંડી કરવામાં આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીને વેપારીને B2Cમાં દર મહિને 26 ટકા પ્રોફિટની લાલચ આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહેનત કરતા વધુ મેળવવાની લાલચ ક્યારેક ભારે પડી જતી હોય છે. આવો જ કિસ્સો સુરત જીલ્લાનાં અડાજણમાં બન્યો છે. અડાજણના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ધંધામાં રોકાણના બહાને રૂપિયા 63 લાખની ઠગાઈ કરવામાં આવી છે. વેપારીને એમેઝોન, ફ્લિપકાર્ટ પર ઓનલાઈન વેચાણ માટે આકર્ષક ઓફર આપવામાં આવી હતી. ઉધનામાં રહેતા માતા-પુત્રની જોડીએ વેપારીને આકર્ષક એવી લાખો રૂપિયાની લાલચ આપી પૈસાદાર બનવાના સપનાં બતાવી ફસાવ્યો હતો.
વેપારીને B2Cમાં દર મહિને 26 ટકા પ્રોફિટની લાલચ આપી હતી. લાલચમાં આવી વર્ષ 2022માં વેપારીએ રોકાણ માટે માતા-પુત્રને પૈસા આપ્યા હતા. કરાર કર્યા બાદ એકપણ વખત પ્રોફિટમાં હિસ્સો આપ્યો ન હતો તેમ વેપારીને જણાતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા વેપારીએ સુરત ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીએ અંકિત રાધાકૃષ્ણ તિવારી અને મનોરમા તિવારી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં જમીન પર ફાયનાન્સ આપવાને બહાને ખેડુત સાથે છેતરપિંડી
આ પણ વાંચો:ઈન્સ્ટાગ્રામ પર ફેક પેજ બનાવી છેતરપિંડી કરનારો શખ્સ ઝડપાયો
આ પણ વાંચો:શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, 2 આરોપી ઝડપાયા
