Gandhinagar News/ ઈન્સ્ટાગ્રામ પર ફેક પેજ બનાવી છેતરપિંડી કરનારો શખ્સ ઝડપાયો

સસ્તા ભાવે રમકડાની લાલચ આપી અનેક લોકો સાથે કરી ઠગાઈ

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ઈન્સ્ટાગ્રામ પર ફેક પેજ બનાવી સસ્તા ભાવે રકમકડાની લોભામણી જાહેરાત કરી અનેક લોકો સાથે છેતરપિંડી કરનારા શખ્સની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગરે ધરપકડ કરી છે.પોલીસે સાયબર ક્રાઈમને લગતા ગુનેગારોને પકડવા સાયબર ઈન્ટેલીજન્સ યુનિટ બનાવ્યું છે. જેમાં MHA ના પ્રતિબંબ પોર્ટલ પર મળતા ઈન્પુટને આધારે કામકીરી કરાય છે. જેનું એનાલીસીસ કરતા રાજ્યના અમરેલી જીલ્લાના જાફરાબાદ ખાતેના બે મોબાઈલ નંબર મળી આવ્યા હતા.

આ નંબરોથી અલગ અલગ રાજ્યની NCCRP પોર્ટલ પર કુલ સાત ફરિયાદ જોવા મળી હતી. જેમાં આરોપીએ zain_fashion_villaaaa નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને તેના પરરમકડાની અલગ અલગ 871 રીલ અપલોડ કરી સસ્તા ભાવે વેચાણ કરવાની લોભામણી જાહેરાત આપી હતી. બાદમાં લોકો પાસેતી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી ભોગ બનનારને બ્લોક કરી ગુનો કરતો હતો.

જેને આધારે પોલીસે તપાસ કરીને જાફરાબાદમાં રહેતા અસ્લમ ઉસ્માનભાઈ કુંડલીયાને ઝડપી લઈને તેની પાસેતી બે સીમકાર્ડ સાથે બે મોબાઈલ કબજે કર્યા હતા.વધુ તપાસ કરાતા વધુ એક મોબાઈલ નંબર પર 9 ફરિયાદો મળી હતી. ઉપરાંત અલગ અલગ ચાર બેન્ક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવાતા હોવાની માહિતી મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી