Delhi News/ વિરોધ પ્રદર્શનથી વેપારીઓને ₹3,000 કરોડનું નુકસાન, દિવાળી સુધી ₹10,000 કરોડને પાર થવાની ચેતવણી

દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શનને કારણે વેપારીઓને અત્યાર સુધી ₹3,000 કરોડનું નુકસાન થયું હોવાનો CTIનો દાવો છે. દિવાળી સુધી નુકસાન ₹10,000 કરોડને પાર થવાની ચેતવણી આપવામાં આવી છે.

Top Stories Breaking News Business
Delhi Protest Business Loss: વેપારીઓને ₹3,000 કરોડનું નુકસાન

Business News:  દિલ્હીમાં ચાલી રહેલા સતત ધરણા-પ્રદર્શનની અસર હવે વેપાર અને બિઝનેસ પર પણ જોવા મળી રહી છે. Delhi Protest Business Loss અંગે વેપારીઓના સંગઠન ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ મોટો દાવો કર્યો છે. CTI ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દિલ્હીના વેપારીઓને અંદાજે (₹3,000 કરોડનું નુકસાન) થઈ ચૂક્યું છે.

CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું કે જો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દિવાળી સુધી ચાલુ રહેશે, તો વેપારીઓનું કુલ નુકસાન ₹10,000 કરોડને પાર જઈ શકે છે. નોરાત્રી અને દિવાળી જેવા મહત્વના તહેવારો દરમિયાન બજારમાં ખરીદીનો સમય વેપારીઓ માટે ખૂબ મહત્વનો હોય છે, પરંતુ વિરોધ પ્રદર્શન અને ટ્રાફિક પ્રતિબંધોને કારણે વેપારને મોટો ફટકો પડ્યો છે.

Delhi Protest Business Loss અત્યાર સુધી ₹3,000 કરોડ

બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, 10 ઓક્ટોબરે થયેલા પ્રથમ વિરોધ પ્રદર્શનને કારણે વેપારીઓને આશરે (₹2,000 કરોડનું નુકસાન)થયું હતું. ત્યારબાદ 13થી 16 ઓક્ટોબર દરમિયાન સેન્ટ્રલ દિલ્હીમાં નાકાબંધી, મેટ્રો સેવા બંધ અને સેન્ટ્રલ પાર્ક બંધ રહેવાને કારણે વધુ (₹1,000 કરોડનું નુકસાન )થયું.

આ રીતે કુલ નુકસાનનો આંકડો લગભગ ₹3,000 કરોડ સુધી પહોંચી ગયો છે. CTI નું કહેવું છે કે વિરોધ પ્રદર્શનની સ્થિતિ લાંબી ચાલશે તો વેપારીઓ માટે આર્થિક નુકસાન વધુ ગંભીર બની શકે છે.

દિલ્હીના રિટેલ વેપારને સૌથી મોટો ફટકો

CTI ના આંકડા મુજબ, અત્યાર સુધીના કુલ નુકસાનમાં સૌથી મોટો હિસ્સો દિલ્હીના રિટેલ વેપારનો છે. રિટેલ સેક્ટરને અંદાજે (₹1,800 કરોડ, )એટલે કે કુલ નુકસાનના લગભગ 60 ટકા જેટલું નુકસાન થયું છે.

સદર બજાર, ચાંદની ચોક, કાશ્મીરી ગેટ, ચાવડી બજાર, ભાગીરથ પેલેસ, ગાંધીનગર, નયા બજાર, ખારી બાવલી, કરાવલ નગર, કરોલ બાગ, લાજપત રાય માર્કેટ અને કનોટ પ્લેસ સહિત દિલ્હીના 700થી વધુ બજારો પ્રભાવિત થયા હોવાનું એ જણાવ્યું છે.

બહારથી આવતા ખરીદદારો દિલ્હી ન આવી શક્યા

નોરાત્રી અને દિવાળી દરમિયાન થતી પીક ખરીદી પણ વિરોધ પ્રદર્શનને કારણે પ્રભાવિત થઈ છે. Delhi Wholesale Market સુધી જથ્થાબંધ વેપારીઓ અને બહારથી આવતા ગ્રાહકો ન પહોંચી શકતા આશરે ₹600 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. સોનીપત, પાણીપત, ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાંથી આવતા અંદાજે 3થી 4 લાખ જથ્થાબંધ ખરીદદારો દિલ્હી પહોંચી શક્યા નહોતા.

ટ્રકોની અવરજવર અટકવાથી સપ્લાય ચેઇનને પણ અસર થઈ છે. પરિણામે તહેવારો માટે મંગાવવામાં આવેલો માલ ગોડાઉનમાં જ અટવાઈ ગયો હોવાનું CTI એ જણાવ્યું છે.

હૉસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરને ₹300 કરોડનું નુકસાન

વિરોધ પ્રદર્શનની અસર હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય સર્વિસ બિઝનેસ પર પણ પડી છે. CTI અનુસાર, દિલ્હીના હૉસ્પિટાલિટી અને સર્વિસ સેક્ટરને આશરે ₹300 કરોડનું નુકસાન થયું છે.

હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, બ્યુટી પાર્લર, સલૂન, જિમ અને ક્લબમાં મોટી સંખ્યામાં બુકિંગ રદ થયાં છે. કનોટ પ્લેસ અને ખાન માર્કેટ જેવા વિસ્તારોમાં સાંજના સમયે રેસ્ટોરન્ટ બુકિંગ પર પણ તેની અસર જોવા મળી હતી. પ્રવાસીઓ, ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ, સેન્ટ્રલ દિલ્હી જવાનું ટાળી રહ્યા હોવાનું એ જણાવ્યું છે.

ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમને પણ મોટો ફટકો

ટ્રાન્સપોર્ટ, ઓટો-ટેક્સી અને ટૂરિઝમ ક્ષેત્રને પણ વિરોધ પ્રદર્શનની અસર થઈ છે. CTI ના જણાવ્યા અનુસાર (Delhi Transport Loss) ને કારણે આ ક્ષેત્રને અંદાજે ₹180 કરોડનું નુકસાન થયું છે. 20થી વધુ મેટ્રો સ્ટેશન બંધ રહેવા, 10થી 12 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ અને બસ રૂટ ડાયવર્ટ થવાને કારણે ઓટો, ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોની આવક પર અસર પડી છે. આ ઉપરાંત 5,000થી વધુ ટ્રક અને ટેમ્પો ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું પણ જણાવાયું છે.

50 હજારથી વધુ દૈનિક મજૂરો પર અસર

વિરોધ પ્રદર્શનની સૌથી વધુ અસર અસંગઠિત ક્ષેત્રના દૈનિક મજૂરો પર પડી હોવાનું એ જણાવ્યું છે. લોડિંગ-અનલોડિંગ કામદારો, કારીગરો, સેલ્સમેન, હૉકર્સ અને રેકડી-પટરીવાળાઓને કામ ન મળતા તેમની રોજની કમાણી પર સીધી અસર થઈ છે.

આ ક્ષેત્રમાં આશરે (₹120 કરોડનું નુકસાન) થયું હોવાનું CTI નો દાવો છે. ગાંધીનગર અને સદર બજાર જેવા વિસ્તારોમાં 50,000થી વધુ દૈનિક મજૂરો કામ વિના બેઠા રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

દિવાળી સુધી નુકસાન ₹10,000 કરોડને પાર થવાની ચેતવણી

CTIના ચેરમેન બ્રિજેશ ગોયલે ચેતવણી આપી છે કે જો વિરોધ પ્રદર્શન દર અઠવાડિયે ચાલુ રહેશે તો દિવાળી સુધીમાં વેપારીઓનું નુકસાન ₹10,000 કરોડથી પણ વધુ થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે 10 ઓક્ટોબરે દિલ્હીમાં લગભગ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. 16 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ રહ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સમયગાળો વેપારીઓ માટે ખૂબ મહત્વનો છે, કારણ કે નોરાત્રી, રામલીલા અને દિવાળી દરમિયાન આખા વર્ષની મોટી આવક થતી હોય છે.

CTIએ સરકાર સમક્ષ રાહતની માંગ કરી

CTIએ સરકાર સમક્ષ વેપારીઓ માટે અનેક માંગણીઓ રજૂ કરી છે. સંગઠને દિવાળી સુધી સેન્ટ્રલ દિલ્હી, નવી દિલ્હી અને લુટિયન્સ ઝોનમાં ધરણા-પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

સાથે જ ભવિષ્યમાં બુરાડી, રોહિણી અને દ્વારકા જેવા વિસ્તારોમાં કાયમી પ્રદર્શન ઝોન બનાવવાની માંગ કરવામાં આવી છે. ઓક્ટોબરમાં થયેલા ₹3,000 કરોડના નુકસાનને ધ્યાનમાં રાખીને વેપારીઓ માટે રાહત પેકેજ, વીજળી-પાણીના બિલમાં રાહત અને GSTમાં છૂટ આપવાની પણ માગણી કરવામાં આવી છે.

CTI એ પોલીસ અને વહીવટી તંત્રને બજારો બંધ કરાવવાને બદલે વેપારીઓને સુરક્ષા પૂરી પાડવા અને બજારો સામાન્ય રીતે ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.


આ પણ વાંચો: Rajkot Lodhika Sangh Election: BJPમાં જૂથવાદનો મુદ્દો ગરમાયો, વિજય સખિયાનો અલ્પેશ ઢોલરિયાને પલટવાર

આ પણ વાંચો:Election Result 2024 Live:મહારાષ્ટ્રમાં MVA પાછળ, મહાયુતિને 4 ગણી વધુ બેઠકો મળી, ઝારખંડમાં સોરેન વાસ્તવિક રાજા

આ પણ વાંચો: GCCI Election 2026-27: ગુજરાત ચેમ્બરમાં નવા પ્રમુખની પસંદગીની તૈયારી, રાજેશ ગાંધી પ્રમુખ બનવાની શક્યતા