Surat News: સુરતમાં ચર્ચાસ્પદ બનેલા કથિત ‘ભૂતિયા ડિમોલેશન’ (Surat Demolition Case) મામલે નવા ખુલાસાઓ સામે આવતા સમગ્ર ઘટનાએ ફરી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે. સ્થાનિક રહેવાસીઓ અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મકાનો તોડવાની કાર્યવાહી પાછળ બિલ્ડરના હિતો જોડાયેલા હોઈ શકે છે.
મળતી માહિતી મુજબ જે બિલ્ડરને રસ્તો આપવા અથવા વિકાસકાર્યના નામે વિસ્તાર ખાલી કરાવવાનો લાભ મળ્યો હોવાનું કહેવાય છે, તેની બિલ્ડિંગ માટે જરૂરી બાંધકામ મંજૂરીઓ અંગે પણ સવાલો ઉભા થયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સંબંધિત બિલ્ડરે પૂરતી મંજૂરી વગર જ બાંધકામ શરૂ કરી દીધું હતું અને બેઝમેન્ટ સુધીનું કામ પણ પૂર્ણ થઈ ગયું હતું.
Surat Demolition Case:10 દિવસ બાદ નોટિસ
ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટનાના લગભગ 10 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં મંજૂરી વગર કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમાં મુખ્યત્વે બાંધકામને નિયમસર પુરાણ (Regularization) કરાવવા સંબંધિત મુદ્દાઓનો જ ઉલ્લેખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ, સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું હતું ત્યારે તંત્ર દ્વારા સમયસર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? જો બાંધકામ ગેરમંજૂર (Surat Demolition Case) હતું તો શરૂઆતમાં જ રોકવામાં કેમ ન આવ્યું? આ મુદ્દે તંત્રના મૌનને કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે.

સૌથી મોટો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વિસ્તારમાં અંદાજે 100 જેટલા મકાનો તોડવા (Surat Demolition Case) ની કાર્યવાહી કોણે અને કયા અધિકાર હેઠળ કરી? આ અંગે હજુ સુધી સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી. અસરગ્રસ્ત લોકો સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
હાલ આ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તંત્રની કામગીરી તેમજ બિલ્ડર સાથે સંકળાયેલા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં નોટિસ વિના ડિમોલેશનને લઈને વિવાદ
આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન મુદ્દે MLA મોરડિયાએ ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો:સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવા ખુલાસા: મનપા, પોલીસ અને અધિકારીઓના જવાબોથી વધ્યા સવાલો
