Covid-19/ કોરોના મહામારીનું કેન્દ્ર બનતુ જઇ રહ્યુ છે Europe, WHO એ આપી ચેતવણી

WHO નાં ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું કે, જે દેશોએ તેમની વસ્તીનાં 40 ટકાથી વધુ રસીકરણ કર્યું છે તેઓએ વિકાસશીલ દેશોને અમુક ડોઝ દાનમાં આપવા જોઈએ.

Top Stories World
યુરોપમાં કોરોનાનો કહેર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ ફરી એકવાર યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ટોચનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુરોપમાં ગયા મહિને કોરોનાવાયરસનાં કેસોમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે રસીઓનો પૂરતો પુરવઠો હોવા છતાં યુરોપ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. WHOનાં વચગાળાનાં અધ્યક્ષ ડૉ. માઈકલ રેયાને ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ઘણી બધી રસી ઉપલબ્ધ છે, પરંતુ રસીનો ઉપયોગ એકસરખો રહ્યો નથી.”

યુરોપમાં કોરોનાનો કહેર

આ પણ વાંચો – વડોદરા / ગુજરાતી કલાકારના ઘરેથી ઝડપાઇ દારૂની મહેફિલ, મહિલા કલાકાર સહિત 4 લોકોની ધરપકડ

ડો. માઈકલ રેયાને યુરોપીયન અધિકારીઓને રસીકરણમાં ગેપ બંધ કરવા હાકલ કરી. જો કે, WHO નાં ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ગેબ્રેયસસે કહ્યું કે, જે દેશોએ તેમની વસ્તીનાં 40 ટકાથી વધુ રસીકરણ કર્યું છે તેઓએ વિકાસશીલ દેશોને અમુક ડોઝ દાનમાં આપવા જોઈએ. ખાસ કરીને જેઓએ હજુ સુધી તેમના નાગરિકોને પ્રથમ ડોઝ આપ્યો નથી. આ પહેલા ગુરુવારે WHOનાં 53-રાષ્ટ્રોનાં યુરોપ ક્ષેત્રનાં નિર્દેશક ડૉ. હંસ ક્લુગે જણાવ્યું હતું કે COVID-19 કેસોની વધતી સંખ્યા ગંભીર ચિંતાનો વિષય છે. ક્લુગે કહ્યું, “યુરોપ મહામારીનાં કેન્દ્રમાં પાછું આવ્યું છે, જ્યાં આપણે એક વર્ષ પહેલા હતા.” તેમણે ચેતવણી આપી હતી કે, છેલ્લા અઠવાડિયામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર બમણાથી વધુ થઈ ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે, આ આધારે ફેબ્રુઆરી સુધીમાં આ ક્ષેત્રમાં મહામારીનાં કારણે 5 લાખ વધુ મૃત્યુ થઈ શકે છે. તેમણે કહ્યું કે, વાયરસનાં ફેલાવાને રોકવાના પગલા અને કેટલાક વિસ્તારોમાં રસીકરણનાં ઓછા દરો સમજાવે છે કે કેસ શા માટે વધી રહ્યા છે. WHOનું કહેવું છે કે, આ વિસ્તારમાં એક સપ્તાહમાં લગભગ 18 લાખ લોકો સંક્રમિત થયા છે. ગયા સપ્તાહથી તેમાં લગભગ છ ટકાનો વધારો થયો છે. વળી, આ સમયગાળા દરમિયાન 24 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. સાપ્તાહિક મૃત્યુમાં 12 ટકાનો વધારો થયો છે. ક્લુગે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રનાં દેશો “રસીકરણનાં વિવિધ તબક્કામાં” હતા અને સરેરાશ 47% લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું હતું. આઠ દેશોમાં માત્ર 70% વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી.

યુરોપમાં કોરોનાનો કહેર

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી

યુરોપમાં કોવિડ-19નાં કેસ સતત પાંચમાં અઠવાડિયે વધ્યા છે, જેના કારણે તે વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ બન્યો છે જ્યાં કોવિડ-19 હજુ પણ વધી રહ્યો છે. યુરોપમાં સંક્રમણ દર અત્યાર સુધીમાં સૌથી વધુ છે, દર 100,000 લોકો દીઠ 192 નવા કેસ છે. સ્વીડિશ વૈજ્ઞાનિક એન્ડર્સ ટેગનેલે ગુરુવારે કહ્યું કે મહામારીની બીજી લહેર આગળ છે અને તે સંપૂર્ણ રીતે યુરોપમાં કેન્દ્રિત છે. મધ્ય અને પૂર્વ યુરોપનાં કેટલાક દેશોમાં તાજેતરમાં દૈનિક કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.