વડોદરા/ ગુજરાતી કલાકારના ઘરેથી ઝડપાઇ દારૂની મહેફિલ, મહિલા કલાકાર સહિત 4 લોકોની ધરપકડ

સંસ્કારી નગરી વડોદરામાંથી દિવાળીના તહેવારમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગુજરાતી કલાકારનો જન્મ દિવસ નિમિત્તે એક કલાકારના ઘરે જ આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Vadodara
  • આલ્બમ કલાકારના નિવાસ સ્થાનેથી ઝડપાઇ
  • મહિલા કલાકાર સહિત 4 લોકોની ધરપકડ
  • મહિલા કલાકારની જન્મ દિવસે યોજી હતી પાર્ટી
  • પાયલ રાજપૂત નામની કલાકારની ધરપકડ
  • ધરપકડ કરાયેલો શખ્સ ભાજપનો કાર્યકર

સંસ્કારી નગરી વડોદરામાંથી દિવાળીના તહેવારમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. ગુજરાતી કલાકારનો જન્મ દિવસ નિમિત્તે એક કલાકારના ઘરે જ આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને પાયલ રાજપૂત નામની મહિલા કલાકાર અને અન્ય લોકોની પ્રોહીબીશન ના ગુના હેઠળ ધરપકડ કરી છે. આ કલાકારો સાથે એક ભાજપનો કાર્યકર્તા પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે  વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની કલાકાર પાયલ રાજપુતના જન્મ દિવસ નિમિત્તે તેણીના ઘરે એક દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ પર આવેલ ફ્લેટ ડવડેક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે દરોડા પાડ્યા હતા અને આ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. અને ગુજરાતી કલાકાર મહિલા સાથે અન્ય ત્રણ યુવ્કોકે જે અમદાવાદના હતા તેમની ધરપકડ કરી છે. જેમાં એક વ્યક્તિ અમદાવાદના વસ્ત્રાલ વોર્ડનો ભાજપનો કાર્યકર મિતેષ રબારી પણ છે.

પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની બે બોટલો, મોબાઇલ ફોન, બી.એમ. ડબલ્યુ કાર જપ્ત કરી હતી, સાથે દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદ મેમનગર વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગજેન્દ્રભાઈ ગોસાઈ, બોળકદેવ અમદાવાદ ખાતે રહેતા નીરવ રાજેન્દ્રભાઈ શર્મા, અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હર્ષિદ પાર્ક સોસાયટી, મિતેશ અમૃતભાઈ રબારીને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનાર મકાનમાં રહેતી યુવતીની પણ ધરપકડ કરી હતી. વડોદરા શહેરના આજવા રોડ ઉપર યુવતીના ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

વિદ્યાર્થીઓના લાભાર્થે  / ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીને ડિપ્લોમામાં પ્રવેશ, 30 હજાર વિદ્યાર્થીઓને થશે લાભ

ગુજરાત / દિવાળીના દિવસે રાજ્યમાં 3581ઇમરજન્સી કોલ, અકસ્માતના જ 700થી વધુ કોલ