Ahmedabad News/ અમદાવાદ રેલવેમાં ‘ઝીરો ટૉલરન્સ’: 15 બેઝ કિચનમાં ઓચિંતી તપાસ, રૂ.40 લાખનો દંડ

પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad Railway)મંડળમાં યાત્રીઓને શુદ્ધ, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad Railway)મંડળમાં યાત્રીઓને શુદ્ધ, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી 'ઝીરો ટોલરન્સ' નીતિ પર કડક અમલ કરવામાં આવી રહ્યો છે

Ahmedabad News : પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad Railway)મંડળમાં યાત્રીઓને શુદ્ધ, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ‘ઝીરો ટોલરન્સ’ (Zero Tolerance)નીતિ પર કડક અમલ કરવામાં આવી રહ્યો છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ (DRM Ved Prakash)દ્વારા રચિત વિશેષ ટીમ રેલવે ફૂડ વિજિલન્સ (Food Vigilance)ટીમના રેલવે અધિકારીઓની ટીમ દ્વારા ખોરાકનો પુરવઠો પૂરો પાડતા 15 સ્થળો પર બેઝ કિચન અને કેટરિંગ સંસ્થાઓની એકસાથે ઊંડાણપૂર્વક ઓચિંતી તપાસ કરવામાં આવી.

નિરીક્ષણ દરમિયાન ખાદ્ય સુરક્ષા, સાફ-સફાઈ, સ્વચ્છતા અને ધોરણોમાં બેકાળજી દાખવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવી. રેલવે વહીવટીતંત્રે આ અંગે કડક પગલાં લેતા દોષિત સેવા પ્રદાતાઓને ભારે દંડ કર્યો છે અને એક યુનિટને તો બંધ પણ કરાવવામાં આવ્યું.

નિરીક્ષણ દરમિયાન મળી આવેલી અનિયમિતતાઓ અને કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો નીચે મુજબ છે

• ડબ્બા બજાર સરસપુર, અમદાવાદના બેઝ કિચનમાં ખુલ્લા અને સીલ વગરના મસાલા, ખરાબ શાકભાજી, ખરાબ ફ્રીઝરનો ઉપયોગ, FIFO સિસ્ટમનું પાલન ન કરવું, અત્યંત અસ્વચ્છ કિચન, યોગ્ય યુનિફોર્મ અને સુરક્ષા ઉપકરણોનો અભાવ, ખાદ્ય સામગ્રી ખુલ્લામાં રાખવી તેમજ જરૂરી રેકોર્ડની જાળવણી ન કરવી જેવી ખામીઓ મળી આવી. આના પર રૂ।.5 લાખનો દંડ કરવામાં આવ્યો અને યુનિટને સ્થળ પર જ બંધ કરી દેવામાં આવ્યું.

• ધર્મ નગર, સાબરમતી, અમદાવાદ બેઝ કિચનમાં ખરાબ ફ્લાયકેચર, સડેલા બટાકા, વોશિંગ લિક્વિડનો અભાવ અને ક્ષતિગ્રસ્ત ગટરની જાળી જેવી ખામીઓ મળી આવી અને રૂ।.5 લાખનો દંડ કરવામાં આવ્યો.

• સરસપુર, અમદાવાદ બેઝ કિચનના મામલામાં બેઝ કિચનનો ઉપયોગ ન કરવા અને અન્ય સ્થળેથી ખોરાકની આપૂર્તિ કરવાની સ્થિતિ મળી આવી, જેના પર રૂ।.5 લાખનો દંડ કરવામાં આવ્યો.

• વિષ્ણુ એસ્ટેટ, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ બેઝ કિચનમાં સડેલા બટાકા, FIFO સિસ્ટમનું પાલન ન કરવું, બેઝ કિચનમાં માખીઓની હાજરી, અસંતોષકારક સ્વચ્છતા, યોગ્ય એક્ઝોસ્ટ ડક્ટનો અભાવ, કાચીપાકી રોટલીઓ, ખુલ્લા અને સીલ વગરના મસાલા તેમજ રસોઈના તાપમાનનો રેકોર્ડ ન રાખવા જેવી ખામીઓ મળી આવી. આના પર રૂ।.5 લાખનો દંડ કરવામાં આવ્યો.

• વોરાના રોઝા, સરસપુર, અમદાવાદના બેઝ કિચનમાં મંજૂર થયેલ વેન્ડર લિસ્ટ અને FIFO સિસ્ટમનો અભાવ, યોગ્ય વેન્ટિલેશનનો અભાવ, અસંતોષકારક સ્વચ્છતા અને એક્સપાયરી ડેટ વિતી ગયેલી ઘણી ખાદ્ય સામગ્રી સ્ટોકમાં લેવાયેલી જોવા મળી. આ ખામીઓને ધ્યાનમાં રાખીને રૂ।.10 લાખનો દંડ કરવામાં આવ્યો.

• આ ઉપરાંત સપના નગર કોલોની, ગાંધીધામ અને રામબાગ રોડ, આદિપુર, ગાંધીધામ પર બેઝ કિચન બંધ જોવા મળવાને કારણે અનુક્રમે રૂ।.1 લાખનો દંડ કરવામાં આવ્યો.

• માલગોડાઉન રોડ, મહેસાણા બેઝ કિચન (Base Kitchen)ના નિરીક્ષણમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવા અને નિર્ધારિત બેઝ કિચનના બદલે અન્ય જગ્યાએથી તૈયાર ખોરાક લેવા બદલ રૂ।.1 લાખનો દંડ કરવામાં આવ્યો.

• પાલનપુરના બેઝ કિચનમાં સાફ-સફાઈ અને સ્વચ્છતાનો અભાવ, કાચા અને રાંધેલા ખોરાકને અલગ ન રાખવો, દૂષિત શાકભાજી, ફૂડ હેન્ડલર્સ દ્વારા યોગ્ય એપ્રોન અને હેડ કવરનો ઉપયોગ ન કરવો, હાથ ધોવાની અપૂરતી સુવિધાઓ, ખુલ્લા વિસ્તારમાં લાકડાના બળતણથી રસોઈ બનાવવી, યોગ્ય કવરવાળી કચરાપેટીનો અભાવ અને જરૂરી ખરીદી, FIFO/FEFO, તાપમાન અને પેસ્ટ-કંટ્રોલ રેકોર્ડ્સની જાળવણી ન કરવી જેવી ખામીઓ મળી આવી. આના પર રૂ।.1 લાખનો દંડ કરવામાં આવ્યો.

• વિરમગામ ખાતે આવેલ રિફ્રેશમેન્ટ રૂમના નિરીક્ષણમાં પ્લેટફોર્મ વિસ્તારમાં અતિક્રમણ, કિચનમાં ખરાબ સ્વચ્છતા, વંદા અને માખીઓની હાજરી, ગંદા કપડાથી ઢાંકેલા કાચા વડાં, અનધિકૃત PDW અને અનધિકૃત વેન્ડરની હાજરી તથા કર્મચારીઓ દ્વારા યુનિફોર્મ ન પહેરવા જેવી ખામીઓ સામે આવી. જેના પર રૂ।.50,000નો દંડ કરવામાં આવ્યો. બાકીના તમામ સ્થળોએ બેઝ કિચન અને રસોઈની વ્યવસ્થા સારી હતી.

અમદાવાદ મંડળ દ્વારા તમામ બેઝ કિચન (Base Kitchen)અને ખાદ્ય સેવા પ્રદાતાઓને વ્યક્તિગત સ્વચ્છતા, સ્વચ્છ અને સુરક્ષિત રસોઈની તૈયારી, યોગ્ય સંગ્રહ, નિયમિત સફાઈ, કચરાનો નિકાલ, ગટર અને પેસ્ટ-કંટ્રોલ તેમજ તમામ જરૂરી રેકોર્ડ્સની નિયમિત જાળવણી માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ભારતીય રેલવેની યાત્રીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ભોજન પૂરું પાડવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજીને ગંભીરતાથી લેતા ઝીરો ટોલરન્સ (Zero Tolerance)નીતિ હેઠળ ભવિષ્યમાં પણ ઓચિંતુ ચેકિંગ અને જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો : રાજકોટમાં હેલ્થ વિભાગની ટીમના દરોડા, ઇશ્વરભાઇ ધુધરાવાળાને ત્યાં ફૂડ વિભાગની કાર્યવાહી, ચટણીના નમૂનામાં કલરની ભેળસેળ ખુલ્લી પડી, નમૂનો નાપાસ થતા

આ પણ વાંચો : અમદાવાદમાં McDonald’s રેસ્ટોરન્ટ સીલ: વેજ બર્ગરની જગ્યાએ ચિકન બર્ગર ડિલિવર થતાં AMC ફૂડ વિભાગની કાર્યવાહી

આ પણ વાંચો : રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી, સાધુ વાસવાણી રોડ પર ફૂડ વિભાગના દરોડા, અન્નપૂર્ણા માર્ટમાં મનપાના અધિકારીઓ ત્રાટક્યા, 290 કિલોનો અખાદ્ય જથ્થાનો