Gandhinagar News: રાજ્યમાં માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે માવઠાના પગલે યુદ્ધના ધોરણે સરવેની કામગીરી હાથ ધરી છે. આ સરવે માટે 4,800થી વધુ ટીમ મેદાનમાં છે. તેના પગલે રાજ્યના 70 ટકા વિસ્તારોમાં નુકસાનનો સરવે પૂરો થયો છે. આમ ખેડૂતોને થયેલા નુકસાનની વ્યાપક કાર્યવાહી વહેલામાં વહેલી તકે પૂરી કરવા માટે તંત્ર 24 કલાક કાર્યરત છે.
રાજ્યના કુલ 249 તાલુકાના 16 હજારથી વધારે ગામમાં કમોસમી વરસાદના કારણે નુકસાની થઈ હોવાનો અંદાજ છે. માવઠાથી થયેલા નુકસાનના વળતર માટે સરકાર એક વખત નુકસાનનો અંદાજ મેળવી લેશે પછી તેના અંગેનું મોટું પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે. ટૂંક સમયમાં ખેડૂત માટે અત્યાર સુધીનું સૌથી ઉદાર પેકેજ જાહેર કરવામાં આવે તેવી માન્યતા છે.
ખેડૂતોને વહેલામાં વહેલી તકે અને ત્વરિત સહાય મળે તે માટે ખુદ સીએમ ભુપેન્દ્ર પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માંડી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના વળતરનો મુદ્દો હાથમાં લેતા તંત્ર દોડતું થઈ ગયું છે. ખેડૂતોના વળતરનો અને તેમને થયેલા નુકસાનનો મુદ્દો સીએમએ પોતે જ હાથમાં લેવાના પગલે વહીવટીતંત્રની સાથે-સાથે સ્થાનિક તંત્રની જોડે-જોડે શાસક પક્ષ પણ કામે લાગી ગયો છે.
હાલમાં ખેડૂતોને નુકસાન વળતરના મુદ્દે સીએમ ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ કામગીરી થઈ રહી છે. આમ માવઠાનો માર સહન કરનારા ખેડૂતો માટે સરકાર મોટી રાહત લઈને આવે તેમ માનવામાં આવે છે. આ પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ હશે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો
