અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની ટિપ્પણીને લઈને રાજકીય ચર્ચા સતત ચાલુ છે. ભારતીય-અમેરિકન સાસંદ રાજા કૃષ્ણમૂર્તિએ વાન્સની ટિપ્પણીની નિંદા કરી છે. વાન્સે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેમને આશા છે કે તેમની હિન્દુ પત્ની ઉષા વાન્સ કોઈ દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવશે.
ઇલિનોઇસથી પાંચ વખત કોંગ્રેસ સભ્ય બન્યા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે વાન્સનું કમનસીબ નિવેદન અમેરિકામાં હિન્દુ વિરોધી લાગણીઓને મજબૂત બનાવશે.
આના પર ઇલિનોઇસથી પાંચ વાર કોંગ્રેસમેન કૃષ્ણમૂર્તિએ કહ્યું કે વાન્સનું કમનસીબ નિવેદન અમેરિકામાં હિન્દુ વિરોધી લાગણીઓને ભડકાવશે. આંતરધાર્મિક લગ્ન પરની તેમની ટિપ્પણી બાદ વાન્સને તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો છે.
વાન્સનું નિવેદન અત્યંત નિરાશાજનક છે: કૃષ્ણમૂર્તિ
કૃષ્ણમૂર્તિએ કહ્યું કે જ્યારે હિન્દુ અને ભારતીય-અમેરિકન સમુદાયો વધતા પૂર્વગ્રહ, સામૂહિક દેશનિકાલ અને વધતી જતી હિન્દુ વિરોધી ભાવનાનો સામનો કરી રહ્યા છે, ત્યારે વાન્સનું નિવેદન ખૂબ જ નિરાશાજનક છે. તેમની તાજેતરની ટિપ્પણીઓ ફક્ત આ વાતાવરણને વેગ આપશે, જ્યારે તેઓ નફરત સામે મૌન રહે છે.
આ પણ વાંચો: માલદીવ્સના રાષ્ટ્રપતિનો કડક કાનૂન…ધુમ્રપાન પ્રતિબંધ…આ તારીખ પછી જન્મેલા લોકો નહિં કરી શકે!
આ પણ વાંચો: મેક્સિકોમાં ભયાનક વિસ્ફોટથી લાગી આગ, 4 બાળકો સહિત 23ના મોત
આ પણ વાંચો: ટ્રમ્પના નવા નિયમથી હજારો ભારતીયોની નોકરી પર અસર પડશે, આજથી અમલમાં…
