World News: અમેરિકા (US)માં રહેતા અને કામ કરતા ભારતીય વ્યવસાયીઓ માટે એક વાર ફરીથી ખરાબ સમાચાર સામે આવ્યા છે! H-1B વિઝા બાદ હવે અમેરિકામાં કામ કરનારા ભારતીય કર્મચારી (Indian Professionals)ઓ માટે નવી મુસીબત ઊભી થઇ છે. વાસ્તવમાં, ટ્ર્મ્પ સરકારે એક નવો નિયમ (Rule) લાગુ કર્યો છે જેનાથી હજારો ભારતીયોની નોકરી જોખમમાં મૂકાઇ શકે છે.
શું છે આ નવા નિયમો?
અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (DHS) દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હવે EAD (Employment Authorization Document) અર્થાત્ રોજગાર પ્રાધિકરણ ડૉક્યુમેન્ટ નું ઑટોમૅટિક એક્સટેન્શન (સ્વત: વિસ્તાર) હવે બંધ કરી દેવામાં આવ્યું છે એનો એ અર્થ છે કે, જો કોઇ વિદેશી નાગરિક (Foreigner)નો ઈએડી (EAD) સમયસર રિન્યૂ ન થાય તો એ હવેથી અમેરિકામાં પોતાનું કામ ચાલુ રાખી શકશે નહિં. અત્યાર સુધી વિદેશી કર્મચારી પોતાના ઈએડી નવીનીકરણ આવેદન વિલંબિત હોય તો પણ 540 દિવસ સુધી નોકરી કરી શકતા હતા પણ હવે એમની આ સુવિધા ખતમ કરી નાખવામાં આવી છે.
હવેથી વિદેશીઓને વારે વારે તપાસમાંથી પસાર થવું પડશે
આ નવા નિયમ અનુસાર, હવેથી જો કોઇ પણ વ્યક્તિની રિન્યૂઅલ અરજી (Renewal Application) સમયઅવધિ પહેલાથી મંજૂર નહિં થાય તો એણે તરત જ કામ બંધ કરી દેવું પડશે! આ નવા નિયમ મુજબ, વિદેશીઓને હવે વારંવાર તપાસની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. અત્યાર સુધી તો એક વાર અરજી કરવાથી મંજૂરી મળી જતી હતી પણ હવે દરેક વખતે સમય અવધિ પહેલા નવીનીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
ડીએચએસ દ્વારા જણાવાયું છે કે, વિદેશી નાગરિકોએ પોતાના ઈએડી સમાપ્ત થવાના ઓછામાં ઓછા 180 દિવસ અગાઉથી અરજી કરી દેવી જોઇએ જેથી વિલંબની સ્થિતિમાં એમના રોજગાર પર કોઇ પ્રભાવ ન પડે.
ભારતીય કર્મચારીઓ પર ખતરાના વાદળો
ટ્રમ્પ સરકાર (Trump Government)ના આ નવા નિયમોથી ભારતીય નાગરિકો પર આની સૌથી મોટી અસરો થવાની વકી છે. જે લોકો અગાઉથી જ ગ્રીન કાર્ડ અને વિઝા (Green Card & Visa)ના મામલાઓમાં ફસાયેલા છે અને અમેરિકન કાર્યપ્રણાલીનો એક મોટો હિસ્સો છે એમની ઉપર સૌથી વધુ અસર થશે એવી સંભાવના છે.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન કંમનીઓને બ્લેકલિસ્ટ કરવાથી ભારતને શું થશે નુકાસાન?
આ પણ વાંચો:ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મૂક્યો, પુતિન ‘ઈમાનદાર’ ન રહ્યાનો દાવો
