World News/ માલદીવ્સના રાષ્ટ્રપતિનો કડક કાનૂન…ધુમ્રપાન પ્રતિબંધ…આ તારીખ પછી જન્મેલા લોકો નહિં કરી શકે!

વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા અનુસાર, પ્રતિ વર્ષ વિશ્વભરમાં 7 મિલિયનથી વધુ લોકોનું મૃત્યુ ધૂમ્રપાનથી થાય છે! તમાકુના બંધાણીઓમાં કિશોરો પણ પાછળ નથી!

World Trending

World News: માલદીવ્સ વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે કે જેણે 1 જાન્યુઆરી, 2007 બાદ જન્મેલા લોકો માટે ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. માલદીવ્સ (maldives)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ (mohamed maizzu) આ વર્ષના પ્રારંભથી જ આની પહેલ પર કાર્ય કરી રહ્યાં હતા અને અંતે એમણે નવેમ્બર મહિનાથી તમાકુ નિષેધ લાગુ કરી દીધો છે!

સગીરોમાં તમાકુ સેવનનો બમણો દર

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના આંકડા અનુસાર, પ્રતિ વર્ષ વિશ્વભરમાં 7 મિલિયનથી વધુ લોકોનું મૃત્યુ (Death) ધૂમ્રપાનથી થાય છે! એથીયે ચોંકાવનારી બાબત તો એ છે કે, તમાકુના બંધાણીઓ (Tobacco Addition)માં કિશોર વયની વ્યક્તિઓ પણ પાછળ નથી!

માલદીવમાં વર્ષ 2021માં હાથ ધરાયેલા રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ, માલદીવની વસ્તીના 15થી 69 વર્ષની વયના એક ચતુર્થાંશથી વધુ લોકો તમાકુનું સેવન કરતા હતા, અને ચિંતાજનક બાબત એ છે કે 13થી 15 વર્ષની વયના કિશોરો (Teen Agers)માં તો આ દર લગભગ બમણો હતો!

વિશ્વનો અનોખો દેશ માલદીવ…જે પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આ દેશની જેન z (Gen Z) પેઢીના લોકો હવેથી સિગારેટ કે કોઇ પણ તમાકુ પ્રોડક્ટ્સ (Cigarette or Tobacco Products) લઇ શકશે નહિં કારણ કે, માલદીવની સરકારે એના પર પ્રતિબંધ લગાવી દીધો છે! અને હવેથી આ પ્રકારના તમામ ઉત્પાદનો પણ આ ઈસ્લામિક રાષ્ટ્ર (Islamic Country)માં ઉપલબ્ધ નહિં હોય. માલદીવમાં નવા કાયદા હેઠળ 1 જાન્યુઆરી, 2007 પછી જન્મેલી કોઇ પણ વ્યક્તિ માટે ધુમ્રપાન કરવા પર નિષેધ (Smoking Ban) લાગી ચૂક્યો છે! આ નવા પ્રતિબંધો હેઠળ તમાકુની બનાવટોનું ધુમ્રપાન કરવું, ખરીદવું કે વેચવું તમામ ગેરકાયદેસર ગણાશે.

માલદીવ આખી પેઢી પર ધૂમ્રપાન પ્રતિબંધ લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ

એક આખી પેઢી પર ધૂમ્રપાન વિષયક પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ (World’s First Country) માલદીવ બની ચૂક્યો છે. આ દેશની જેન z પેઢીના લોકો હવેથી સિગારેટ કે કોઇ પણ તમાકુ પ્રોડક્ટ્સ લઇ શકશે નહિં કારણ કે, માલદીવના આરોગ્ય મંત્રાલય દ્વારા એના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવા કાયદા હેઠળ, હવે 1 જાન્યુઆરી, 2007 પછી જન્મેલી કોઈપણ વ્યક્તિ માટે તમાકુ ધૂમ્રપાન કરવું, ખરીદવું અથવા વેચવું ગેરકાયદેસર રહેશે. તમાકુના ઉત્પાદનો પણ આ ઈસ્લામિક રાષ્ટ્રમાં ઉપલબ્ધ નહિં હોય!

આ પ્રતિબંધનો કાયદો નાગરિકોનું રક્ષણ કરવા અને તમાકુ મુક્ત પેઢીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો એક ભાગ હોવાનું જણાવતાં માલદીવના આરોગ્ય મંત્રાલયે આ પહેલને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “આ પગલું માલદીવને ‘રાષ્ટ્રીય સ્તરે પેઢીગત તમાકુ પ્રતિબંધ’ લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવે છે.”

તમામ પ્રકારના તમાકુ પર પ્રતિબંધ અમલી

આ વર્ષની શરૂઆતમાં શરૂ કરાયેલી પહેલ બાદ અંતે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ દ્વારા 1 નવેમ્બર, શનિવારના રોજથી ધૂમ્રપાન પર પ્રતિબંધ અમલી બન્યો છે. આ પ્રતિબંધની જાહેરાત કરતા માલદીવના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “નવી જોગવાઈ હેઠળ, 1 જાન્યુઆરી, 2007ના રોજ અથવા તે પછી જન્મેલી વ્યક્તિઓને માલદીવમાં તમાકુના ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવા અથવા તો વેચવા પ્રતિબંધિત છે. તમામ પ્રકારના તમાકુ પર આ પ્રતિબંધ લાગુ પડે છે અને છૂટક વેપારીઓએ તેમનું વેચાણ કરતા પહેલા ખરીદદારોની વય ચકાસવી જરૂરી છે.”

આ કાનૂન પ્રવાસીઓ પર પણ લાગુ પડશે

માલદીવ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે અને ભારતીયો (Indians)માં ખૂબ જ લોકપ્રિય વેકેશન માણવાનું સ્થળ છે. પરંતુ 1 નવેમ્બર, 2025થી આ નિયમ હવે માલદીવની મુલાકાત લેનારા પ્રવાસીઓ (Tourists) ઉપર પણ અમલી બન્યો છે. માલદીવના આરોગ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, “દેશમાં ઇલેક્ટ્રોનિક સિગારેટ અને વેપિંગ ઉત્પાદનો (E Cigarette, Wapping Devices)ના આયાત, વેચાણ, વિતરણ, કબજા અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે. તમામ વય જૂથોના લોકોને આ નિયમ સમાન રીતે લાગુ પડશે.”

કાયદો ભંગ કરશે તો કેટલો દંડ?

માલદીવમાં લાગુ આ પ્રતિબંધના કાયદા (Law) અનુસાર, સગીરને તમાકુ ઉત્પાદનો વેચવા પર 50,000 રુફિયા (આશરે ₹ 284,000)નો દંડ થશે. આ ઉપરાંત, વેપિંગ ડિવાઇસનો ઉપયોગ કરવા બદલ 5,000 રુફિયા (આશરે ₹ 28,412)નો દંડ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુ.કે. પણ આ જ પ્રકારનો આખી પેઢી પર તમાકુ ઉત્પાદનો અને સિગારેટ પીવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, હાલમાં તે કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે.

અગાઉ ન્યુઝીલેન્ડે આમ કર્યું હતું

જો કે આ પહેલાં ન્યુઝીલેન્ડે (New Zealand) પણ આવું જ પગલું ભર્યું હતું અને આમ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. પરંતુ, તેને અમલમાં મૂક્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, નવેમ્બર 2023 માં ન્યુઝીલેન્ડે ધૂમ્રપાન પ્રતિબંધને પાછો ખેંચી લીધો હતો. હવે જોવાનું એ રહે છે કે માલદીવની આ સ્વાસ્થ્ય લક્ષી ઉત્તમ પહેલ કેવો રંગ લાવે છે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રમ્પ ગુસ્સે થશે ત્યારે તેને રોકવું અશક્ય! જાહેરાતના વિવાદ બાદ, અમેરિકાએ કેનેડા પર ટેરિફમાં 10%નો વધારો કર્યો 

આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન કંમનીઓને બ્લેકલિસ્ટ કરવાથી ભારતને શું થશે નુકાસાન?

આ પણ વાંચો:ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મૂક્યો, પુતિન ‘ઈમાનદાર’ ન રહ્યાનો દાવો