Not Set/ ગુજરાત/ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ફરી વિવાદ, જાણો કેમ..?

પહેલાથી વિવાદમાં રહેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ફરી વિવાદ ઉભો થયો છે. પરીક્ષાના પેપરમાં એક સવાલમાં અનુસૂચિત જાતિ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરાતા આ વિવાદ થયો છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારે આ શબ્દના ઉપયોગ સામે પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પરીક્ષાના પેપરમાં આ શબ્દનો ઉપયોગ થયો. જેના કારણે અનુસૂચિત જાતિના લોકો અને પરીક્ષાર્થીઓમાં રોષ જોવા […]

Gujarat Others
ગૌણ સેવા ગુજરાત/ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ફરી વિવાદ, જાણો કેમ..?

પહેલાથી વિવાદમાં રહેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ફરી વિવાદ ઉભો થયો છે. પરીક્ષાના પેપરમાં એક સવાલમાં અનુસૂચિત જાતિ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરાતા આ વિવાદ થયો છે.

સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારે આ શબ્દના ઉપયોગ સામે પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પરીક્ષાના પેપરમાં આ શબ્દનો ઉપયોગ થયો. જેના કારણે અનુસૂચિત જાતિના લોકો અને પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયના એક સવાલમાં આ શબ્દનો ઉપયોગ કરાયો છે. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ શબ્દ સામે વાંધો ઉઠાવતા પેપર કાઢનારી વ્યક્તિ સામે પગલા લેવાની માગ કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ ની પરીક્ષા આજે યોજાઈ હતી. રાજ્યભરમાંથી 10.50 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપી હતી. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.

અગાઉ બે વાર આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. જેના બાદ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી મોટાભાગના યુવાનોએ ગાંધીનગર પહોંચીને હલ્લાબોલ કર્યું હતું. ત્યારે આજે પરીક્ષાને પગલે દરેક કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.