Not Set/ કચ્છ/ આજ થી વિશ્વ વિખ્યાત ઘુડખર અભયારણ્ય કરવામાં આવ્યું બંધ…

કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ […]

Gujarat Others
cacf2b272e56c5dbceb3a00b7eecb3e5 કચ્છ/ આજ થી વિશ્વ વિખ્યાત ઘુડખર અભયારણ્ય કરવામાં આવ્યું બંધ...

કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે.

આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનો મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિએડ હોય છે. માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્ય ને બંધ કરવામાં આવે છે.છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ વખતે લોકડાઉનના કારણે આ અભ્યારણ 22 માર્ચ થી બંધ જ હતું. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 20,000 થી વધુ લોકો આવેલ જેમાં 2000 જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.

ચાલુ વર્ષે આ પક્ષીની પણ ગણતરી કરવામાં આવી હતી જેમાં ચાર (૪) લાખ જેટલા પક્ષીઓ નોંધાયા હતા.જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓ નો પણ સમાવેશ થાય છે. ચાલુ વર્ષે વીસ હજાર (20,000) જેટલા પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં બે હજાર (2000) જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે દસ(10) લાખ જેટલી આવક આ વિભાગ ને થયેલ છે.અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. દર પાંચ વર્ષે ઘુડખર ની ગણતરી કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે માર્ચ મહિનામાં ઘુડખર ની ગણતરી પણ કરવામાં આવી હતી. લોકડાઉન ના કારણે તે ગણતરીનો આંકડો જાહેર કરવામાં આવેલ નથી.

2014 માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખર ની સંખ્યા 4500 જેટલી હતી.આજથી આ અભ્યારણ પ્રવાસી ઓ માટે બંધ કરવામાં આવશે.જે આગામી 15 ઓક્ટોબર ના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે ઉલ્લેખનિય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તાર માં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓ ને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews